છૂટાછેડા થતાં જમીન દલાલે હોટલમાં જઇ આપઘાત કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણના ૩૬ વર્ષિ‌ય મિલિંદ પટેલે સ્યુસાઇડ નોટમાં કરાણ જણાવ્યું હતુ

અડાજણમાં રહેતા જમીન દલાલે સોમવારે સાંજે જીમના રૂમમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ત્રણ મહિ‌ના પહેલા આ યુવકના છુટાછેડા થતા તે ટેન્શનમાં રહેતો હતો. છૂટાછેડાની હતાશામાં યુવકે આ પગલું ભરી લીધું હતું. લાંબા સમય સુધી યુવકની કોઈ ખબર ન મળતા પરિવારના સભ્યો તેને શોધતા હોટલ પહોંચ્યા હતા. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાય એ પહેલા જે તેનું મોત નિપજ્યું હતું.પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ જમીન દલાલી સાથે સંકળાયેલા ૩૬ વર્ષી‍ય મિલિંદ નટવરભાઇ પટેલ અડાજણ રોડ પર દર્શન એપાર્ટમેન્ટમાં ભાઇ અને માતા સાથે રહેતા હતા.

સોમવારે સાંજે રાબેતા મુજબ સાંજે ઘરેથી જીમમાં જવાનું કહીને નીકળ્યા બાદ મિલિંદ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા તેમના ભાઇએ શોધખોળ શરૂ કરી હતી.અડાજણની હોટલ ગોલ્ડન સ્ટારના રૂમમાં તપાસ કરતા તે બેભાન હાલમાં મળી આવ્યો હતો. પરિવારજનો સારવાર માટે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મિલિંદ પટેલ ર્કોપોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતો હતો. જ્યાંથી તેણે બે વર્ષ પહેલા રાજીનામું આપી બિલ્ડીંગ લાઇનમાં ઝંપલાવ્યું હતું. આ સાથે જમીન દલાલીનું કામ પણ કરતો હતો.

વર્ષ ૨૦૧૩માં તેના લગ્ન થયા હતા પરંતુ લગ્નજીવનમાં ખટરાગને કારણે કોઇ તેણે ફેબ્રુઆરી મહિ‌નામાં છુટાછેડા લીધા હતા. છુટાછેડા બાદ મિલિંદ ટેન્શનમાં રહેતો હતો. સોમવારે ઘરે તેની બહેનને આઠેક વાગ્યે આવુ છું તેમ કહી જીમમાં ગોલ્ડન સ્ટાર હોટલમાં ગયો હતો. જ્યા જઇ તેણે હોટેલમાં રૂમમાં ગયો અને વેઇટરને પણ કહ્યું કે હું આરામમાં છું કોઇ આવે તો મળવાનીના પાડી તે રૂમમાં ગયો હતો. રાત્રે પરિવારજનો શોધતા આવ્યા અને દરવાજો ખોલતા તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરીવાર તેને સારવાર માટે લઈ જાય તે પુર્વે તેણે દમ તોડી દીધો હતો. બનાવ અંગે અડાજણ પોલીસે અકસ્માત મુજબ નોંધ લઈ વધુ કાર્યવાહી શરૂ કરી છે.

રૂમમાં જતા પહેલા તેણે ડુ નોટ ડીસ્ટર્ખનું ર્બોડ માર્યુ
મિલિંદ સોમવારે સાંજે જીમમાં ગયો હતો.ત્યાંથી તે હોટલના રૂમમાં ગયો અને કોઇને પણ મળવાની ના પાડી.રૂમના દરવાજા બહાર તેણે ડુ નોટ ડીસ્ટર્ખનું ર્બોડ મારીને રૂમમાં જતો રહ્યો અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

ટેન્શનમાં હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
મરનારા યુવક મિલિંદ પટલે સ્યુસાઇડ નોટમાં તેના લગ્ન બાદ છુટાછેડા થઇ જતા ટેન્શનમાં હોવાનું લખ્યું છે આ ઉપરાંત તેની પાસેથી જમીનોના હિ‌સાબોના કેટલાંક કાગળો પણ મળ્યા છે.’ -એએસઆઇ બાલુભાઇ ગોવાનભાઇ, તપાસ અધિકારી,અડાજણ પોલીસ