સુરત જિલ્લા ન્યાયાલયમાં દસ જજની બદલીના ઓર્ડર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લા ન્યાયાલયમાં સેશન્સ અને એડિશનલ સેશન્સ જજ સહિ‌ત કુલ દસ જેટલાં જજ બદલીના ઓર્ડર થયા હતા. જ્યારે સુરતથી પાંચ જજ બદલી પામીને અન્યત્ર ગયા છે. સુરતના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ આઇ.સી.શાહની જગ્યાએ હિ‌મ્મતનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ બી.એન.કારિયાની નિમણૂક કરવામાં આવી છે.કુલ ૬૩ જેટલાં જજોની બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતમાં દસ નવા જજ આવ્યા હતા.

જ્યારે પાંચ જજ બદલી પામીને અન્યત્ર ગયા હતા. એડિશનલ સેશન્સ જજ મંગેશ મેંગદેની જગ્યાએ ડી.એ.જોષી, બીજા એડિશનલ સેશન્સ જજ એ.આઇ.શેખની જગ્યાએ આર.કે.દેસાઈ, ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની જગ્યાએ પી.એ.વાઘેલા, ચોથા એડિશનલ સેશન્સ જજ પી.સી.રાવલની જગ્યાએ એચ.એસ.મુલીયા સુરત બદલી પામ્યા છે.

ઉલ્લેખનિય છે કે, આ ઉપરાંત અમદાવાદના આર.ટી.વચાની પાંચમાં એડિશનલ સેશન્સ જજ તરીકે, મોડાસાના એસ.આઇ.ટીમ્બાલિયા છઠ્ઠા એડિ.સેશન્સ જજ તરીકે, નડિયાદના જે.પી.ગઢવી સાતમાં એડિ.સેશન્સ જજ તરીકે અમદાવાદના એ.એમ.પરમાર આઠમાં એડિ.સેશન્સ જજ તરીકે અને અમદાવાદાના જ એન.એમ.વ્યાસ નવમાં એડિશનલ સેશન્સ જજ તરીકે સુરતમાં બદલી પામ્યા છે.