• Gujarati News
  • ન.પ્રા. શાળાઓમાં ૧૫ હજાર સ્કૂલ કીટ ખરીદાશે

ન.પ્રા. શાળાઓમાં ૧૫ હજાર સ્કૂલ કીટ ખરીદાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુરૂવારે મળનારી સુરત નગર પ્રાથમિક શિ ાણ સમિતિની સામાન્ય સભામાં આચારસંહિતાને કારણે જે કામો પર બ્રેક લાગી ગઇ હતી તે તમામ કામો પર ચર્ચા વિચારણા કરીને તેને બહાલી આપવામાં આવશે.
૨૯ મે ના રોજ નગર પ્રાથમિક શિ ાણ સમિતિની સામાન્ય સભા મળી રહી છે. આ વર્ષે શહેરના સાતેય ઝોનમાં અંગ્રેજી માઘ્યમની શાળાઓ શરૂ કરવા માટે મંજુરી મળી શકે છે. જયારે સમિતિની ૧ થી ૭ ધોરણની ૨૩ શાળાઓમાં ધોરણ ૮ ના વર્ગોપણ શરૂ કરાશે અને ધોરણ ૧ થી ૪ની શાળાઓમાં વધારાના વર્ગોપણ શરૂ કરવામાં આવશે. ખાસ આ વર્ષે સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે અંદાજે રૂ.૩૮.૫૫ લાખના ખર્ચે નવી ૧૫૦૦૦ સ્કુલ કીટ પણ ખરીદવાના કામને મંજુરી મારી શકે છે. અને વિજ્ઞાનના સાધનો ખરીદવા માટે પણ રૂ.૨૪.૬૫ લાખનો અંદાજ મુકાયો છે. આ તરફ શાળાઓમાં નવી બેંચ માટે પણ રૂ.૬૮.૬૨ લાખનો અંદાજ મંજુર થઇ શકે છે. ખાસ આ વર્ષે કેટલા સભ્યો દ્વારા વિજ્ઞાન મેળા યોજવા માટે પણ ઉગ્ર રજુઆત થઇ શકે છે.