• Gujarati News
  • ATM પીન જાણી ઠગાઇનો વધુ એક કિસ્સો પ્રકાશમાં

ATM પીન જાણી ઠગાઇનો વધુ એક કિસ્સો પ્રકાશમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પુણેના જુન્નાર તાલુકાના ઉતુરગામ અને હાલ ભેસ્તાન ખાતે આવેલ વૃદાંવન સોસાયટીમાં રહેતા પોપટમહાદુ સિંગોટ(ઉ.વર્ષ ૪૯) પર ગત ૧૭ મે ના રોજ તેમના મોબાઇલ નંબર પર ફોન આવ્યો હતો. જેમાં સામેથી ફોન પર ચંદીગઢ બેન્કમાંથી બોલે છે તેવુ જણાવ્યું હતું અને પોપટભાઇના એટીએમ કાર્ડની વેલીડીટી પુર્ણ થઇ ગઇ હોવાનું જણાવી તેને રીન્યુ કરાવવાના બહાને તેમના દેના બેંકના એટીએમ કાર્ડનો પીન તથા નંબર જાણી લીધો હતો અને પાંડેસરા ઉન જકાતનાકા પાસે આવેલ બાલકિશન સોસાયટી નજીકના એટીએમ સેન્ટરમાંથી તેમના ખાતામાંથી રૂ.૧૭,૫૦૦ની ઉઠાંતરી કરી હતી. જયારે પોપટભાઇને આ અંગે જાણકારી મળતાં તેમણે તાત્કાલીક જ પાંડેસરા પોલિસ મથકમાં જાણ કરીને અજાણ્યા ઇસમ વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.