• Gujarati News
  • કચરાના નિકાલમાં પાલિકાને પ્રતિ દિન બે લાખનો ચાંલ્લો

કચરાના નિકાલમાં પાલિકાને પ્રતિ દિન બે લાખનો ચાંલ્લો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાર્બેજ કલેકશનમાં શહેરમાંથી દરરોજ ૧૫૦૦ ટન કચરો નીકળે
સુરત શહેરમાંથી પ્રતિ દિન જનરેટ થતાં ૧૫૦૦ ટન કચરાના નિકાલની કામગીરી માટે મહાનગર પાલિકાને દરરોજ બે લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ વેંઢારવો પડી રાો છે.કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ લેનાર એજન્સીએ કામગીરી બંધ કરી દેતા છેલ્લા છ મહિનાથી પાલિકાએ લાખો રૂપિયાનું નુકશાન વેઠવું પડતું હોવાથી પાલિકાના સત્તાધીશોએ એજન્સીને નોટિસ ફટકારી છે.
ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન અંતર્ગત શહેરમાંથી દરરોજ ૧૫૦૦ ટન કચરો નીકળે છે જે કચરો પાલિકાની ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે.કચરાના નિકાલ માટે પાલિકાએ સાત વર્ષ અગાઉ હંજર નામની એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો હતો.આ એજન્સીએ છેલ્લા છ મહિનાથી કચરો ઉઠાવવાનું જ બંધ કરી દેતા કચરાના નિકાલની કામગીરીને મોટી અસર પહોંચી છે.આખરે પાલિકાએ પોતાના ખર્ચે જ કચરાના નિકાલની કામગીરી શરૂ કરી દીધી હતી.આ કામગીરી માટે પાલિકાને પ્રતિ દિન- પ્રતિ ટન ૧૦૦ થી ૧૨૫ રૂપિયાનો વધારાનો ખર્ચ ઉઠાવવો પડી રાો છે.પાલિકાના સત્તાધીશોએ કચરાના નિકાલની કામગીરી નહીં કરનાર એજન્સીને નોટિસ પણ ફટકારી છે.
એજન્સી સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે
શહેરમાંથી કચરો નહીં ઉઠાવનાર હંજર એજન્સીના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે.ડિસેમ્બર-૨૦૧૩થી એજન્સીએ કચરો ઉઠાવવાનું બંધ કરતા આ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.’ - ઇ.એચ.પઠાણ, એકિઝ.એન્જિ.,સોલિડ વેસ્ટ વિભાગ