• Gujarati News
  • મોદીના શપથ ગ્રહણ સમારોહની સાથે ૭૦ હજાર લોકોને મફત ચા પીવડાવાઇ

મોદીના શપથ ગ્રહણ સમારોહની સાથે ૭૦ હજાર લોકોને મફત ચા પીવડાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં બીજી વખત ગુજરાતી વડાપ્રધાન બનતા હોય ત્યારે તેની ખુશી ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધુ હોય છે. જેને કારણે ગુજરાતમાં ઠેરઠેર અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. તેના ભાગરૂપે સુરત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશને પણ સુરતના વિવિધ વિસ્તારોમાં ૬૦ જેટલા સ્થળો પર મફત ચા વિતરણ કરવાનુ આયોજન કર્યુ હતુ. જેમાં ૭૦ હજારથી વધુ લોકોને મફતમાં ચા પીવડાવી હતી.
ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દિલ્હીમા શપથ લેવા માટે સાંજે ૬ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો અને આજ સમયે સુરતમાં ૬૦ જેટલી હોટલની બહાર મફતમાં ચા વિતરણ કરવાના કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંંગે સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના સનથ રેલીયાવાળાએ જણાવ્યુ હતુ કે સાંજે ૬થી ૯ દરમિયાન હોટલ પર આવનારા તમામને મફત ચા પીવડાવામાં આવી હતી. જેમાં રાત્રે ૯ કલાક સુધીમાં ૬૦ જેટલા સ્થળો પરથી ૧૦૦૦-૧૦૦૦ ચા લોકોને મફતમાં પીવડાવામાં આવી હતી. તેમજ સુરત રેલવે સ્ટેશનની આસપાસની ચારેક હોટલમાં તો રાત્રે એક વાગ્યા સુધી મફત ચા પીવડાવામાં આવી હતી. જેથી મોડી રાત સુધીમાં અંંદાજીત ૭૦ હજારથી વધુ લોકોને મફતમાં ચા પિવડાવાઈ હતી.