• Gujarati News
  • ગરમી પછી બાફથી લોકો પરેશાન

ગરમી પછી બાફથી લોકો પરેશાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમી પછી બાફથી લોકો પરેશાન
સુરત સુરત શહેરમાં બાફનુ પ્રમાણ વધતા લોકો ત્રસ્ત થયા છે.થોડા દિવસો પેહલા લોકોને ૪૦ ડિગ્રી ગરમીએ હેરાન પરેશાન કરી દીધા હતા. તેમાં ફરીથી લોકોને બાફનુ પ્રમાણ ૭૫ ટકા પર આવી જતા લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. સુરત શહેરનુ સોમવારનુ તાપમાન ૩૪ ડિગ્રી નોંધાયુ હતુ. અલબત્ત બાફના પ્રમાણમાં ઓચિંતો વધારો નોંધાયો હતો. આ બાફનુ પ્રમાણ રવિવારના રોજ ૬૫ હતુ,ત્યા સોમવારના રોજ આ પ્રમાણ ૭૫ પર પહોંચી ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે સવારના પાંચ વાગ્યે પરોઢિયે જે તાપમાન ૨૩ ડિગ્રીની આસપાસ સામાન્યત હોય છે, તે તાપમાન હાલમાં ૨૮ ડિગ્રી પર છે. આમ લોકોને પરોઢિયે પણ ઠંડકનો અનુભવ મળી રાો નથી. દરમિયાન નૈઋત્યના પવનોનો વેગ ૪ કિલોમીટર પર આવી જતા લોકોએ તીવ્ર બાફનો સામનો કરવો પડયો હતો.
રકતદાન શિબિર
કયાં : નવરોઝ હોલ, સગરામપુરા સમય : સવારે ૧૧:૦૦
સિનિયર સિટિઝન મિટિંગ
કયાં : વી.કે. દેસાઈ હોલ, અઠવાલાઇન્સ સમય : સાંજે ૪:૦૦
ડે-પ્લાનર
ન્યૂઝ ઇન બોકસ
મક્કાઇપુલ પર ભંગાણથી પરેશાની
નાનપુરા-અડાજણ રોડને જોડતા સ્વામી વિવેકાનંદ-મક્કાઇપુલ પર ખાડા પડી જતા વાહનચાલકોને ભારે પરેશાની થઈ રહી છે.
કમિશનરોની મિટિંગમાં ટાર્ગેટની ચર્ચા
સ્પેનની યુનિ.ના પ્રતિનીધીએ લીધી મુલાકાત