• Gujarati News
  • ગ્રીન એમ્બ્યુલન્સ વૃક્ષો લઇને આવશે તમારા ઘરે

ગ્રીન એમ્બ્યુલન્સ વૃક્ષો લઇને આવશે તમારા ઘરે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રીન એમ્બ્યુલન્સ વૃક્ષો લઇને આવશે તમારા ઘરે

અભિયાનમાંરજીસ્ટ્રેશન કરાવીને ગ્રીન એમ્બ્યુલન્સને તમારે ઘરે બોલાવી શકો છે. 30થી વધુ વૃક્ષો વાવી શકાય તે જગ્યા પર વૃક્ષોરોપણ કરાવી શકો છો. અભિયાનમાં સહભાગી થવા માટે તમે સવારે 11 થી સાંજના 7 સુધીમાં 9537729333 પર કૃણાલ લિંબાચીયાનો સંપર્ક કરી શકો છો

: પદ્મશ્રીમથુર સવાણીએ વૃક્ષારોપણ કર્યુ હતું

તમે પણ વૃક્ષારોપણથી િસટીને બનાવી શકો છો ગ્રીન

િસટી રિપોર્ટર :સુરત

દિવ્યભાસ્કર, અદાણી ફાઉન્ડેશન અને જી.એસ.પી.એલના ‘એક વૃક્ષ એક જીવન’ અભિયાન અંતર્ગત પદ્મશ્રી એવોર્ડ વિજેતા મથુર સવાણી દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. એમણે વૃક્ષારોપણથી સુરતીઓને સુરતને ગ્રીન બનાવવા માટે વૃક્ષ રોપવા માટેની અપીલ કરી હતી. અભિયાનમાં કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર, મેયર નિરંજન ઝાંઝમેરા, નાયબ ક્લેક્ટર રીંકેશ પટેલ, ડી.એફ.ઓ પુનિત નાયર, ડી.એસ.ઓ કે.આર.રાઠવા. એ.સી.એફ એમ.કે.વાળા અને આર.એફ.ઓ એમ.સી.ગોહિલ દ્વારા પણ જીલ્લા સેવા સદનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. સ્ટુડન્ટ્સ પણ વૃક્ષોનું મહત્વ સમજે તે માટે નગર પ્રાથિમક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તમામ વૃક્ષોનું જતન થાય તે માટે સ્ટુડન્ટ્સ દ્વારા દરેક વૃક્ષની કેર લેવામાં આવશે. અભિયાન માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વૃક્ષદાન કરવામાં આવી રહ્યું છે. અભિયાનથી તમે પણ તમારી સોસાયટીને માત્ર એક કોલથી ગ્રીન બનાવી શકો છો.