• Gujarati News
  • ટ્રસ્ટીનો નિર્ણય છે

ટ્રસ્ટીનો નિર્ણય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણહનીપાર્ક રોડ પર આવેલી સિટીઝન શાળામાં સેમિનારમાં હાજર નહીં રહેનારાં વાલીઓના બાળકોને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં. જેથી વાલીઓએ બાબતે શાળામાં હોબાળો મચાવી સ્કૂલ પર દોડી ગયા હતા.

અડાજણ હનીપાર્ક રોડ પરની સિટીઝન શાળામાં બાળકો સાથે કેવું વર્તન રાખવું , તેમની કેર કઇ રીતે કરવી તેમજ તેઓના અભ્યાસની કેવી રીતે જાળવણી રાખી શકાય તે ઉદ્દેશથી મિટિંગ તેમજ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા જે બાળકો શાળામાં યોજવામાં આવેલા સેમિનારમાં 15 મિનિટ મોડા આવ્યા કે પછી ગેરહાજર હોય તેવા વાલીઓના વિદ્યાર્થીઓને ત્રણ દિવસ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પોતાના બાળકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાની જાણ થતાં આજે ગુરુવારે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો.

LC લઇ લેવા જણાવાયું...

શાળાનાટ્રસ્ટીદ્વારા વિરોધ નોંધાવનારા વાલીઓને બાળકોનું એલ.સી લઇ લેવા માટે જણાવ્યું હોવાનો આક્ષેપ થયો હતો.

જાણકરાઈનહોતી

સેમિનારમાંલેટઆવનાર વાલીના વિદ્યાર્થીને ત્રણ દિવસ સુધી સસ્પેન્ડ કરી દેવાના મામલે વાલીઓને અગાઉથી કોઇ પણ પ્રકારની સુચના કે જાણ કરવામાં આવી હતી. એવો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.

સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ પર હલ્લો કર્યો

હોબાળો | સિટીઝન સ્કૂલમાં વાલીઓ પર સંચાલકોનું દમન

વાલી 15 મિનિટ લેટ થયા તો

વિદ્યાર્થી 3 દિવસ સુધી સસ્પેન્ડ