• Gujarati News
  • સુરતડાયમંડ બૂર્સના નિર્માણ માટે રાજ્ય સરકારે જગ્યાની ફાળવણી કર્યા

સુરતડાયમંડ બૂર્સના નિર્માણ માટે રાજ્ય સરકારે જગ્યાની ફાળવણી કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતડાયમંડ બૂર્સના નિર્માણ માટે રાજ્ય સરકારે જગ્યાની ફાળવણી કર્યા પછી બૂર્સ સાથે જોડાવવા માટે જુદા જુદા ક્ષેત્રના 250 જેટલા કોલ હોદ્દેદારો પર આવી રહ્યા છે. શહેરના જ્વેલર્સ પણ બૂર્સમાં શો-રૂમ માટે જગ્યાની માગણી કરી રહ્યા છે. વકીલો, સી.એ. વગેરે અનેક લોકોને બૂર્સ સાથે જોડાવામાં રસ પડ્યો છે. સુરતના અર્થતંત્ર માટે મહત્વનો પ્રોજેક્ટ હોવાથી વિવિધ ધંધાર્થીઓ અને વ્યવસાયકારોને રસ પડી રહ્યો છે. સુરત ડાયમંડ બૂર્સના પ્રોજેક્ટને તૈયાર થતાં ભલે ત્રણથી ચાર વર્ષનો સમય લાગશે, પણ શહેરમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ડાયમંડ બૂર્સ બનશે તેવો મજબુત તખ્તો તૈયાર થઈ ચુક્યો છે.

સુરત ડાયમંડ બૂર્સના સભ્ય લાલજીભાઈ પટેલે કહ્યું હતું કે લગભગ ચારેક મહિના પહેલા જયારે મુંબઈનો હીરાનો ધંધો સુરત ખેંચી લાવવાનું નક્કી થયું હતું ત્યારથી મુબંઈ અને સુરતથી પુરપરછ માટે અસંખ્ય ફોન આવતા હતા. જયારે ગુજરાત સરકારે ખજોદમાં ગિફ્ટ સિટીની અંદર ડાયમંડ બૂર્સ બનાવવાનું ફાઇનલ કર્યું તે પછી તો રોજના 250થી વધારે ફોન કોલ્સ આવતા થયા છે. કેટલાક ઝવેરીઓ એવી માગણી કરી રહ્યા છે કે બૂર્સમાં શો-રૂમ શરૂ કરવા માટે જ્વેલર્સને પણ જગ્યા આપો. અમે તેમને કહ્યું છે કે આમ તો બૂર્સ સંપુર્ણ ડાયમંડ ટ્રેડિંગ એક્ટિવિટી માટે છે, આમ છતાં જો બધા ઝવેરીઓ એસોસિયેશન બનાવીને આવશે તો અમે સરકાર સમક્ષ તેમના માટે અલગ જગ્યાની માગણી કરીશું. અા સિવાય વકીલો, સી.એ. વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ફોન કરી રહ્યા છે.

જ્વેલર્સને પણ સુરત ડાયમંડ

બૂર્સમાં સાથે જોડાવવામાં રસ

હોદ્દેદારોને રોજ જુદા-જુદા ક્ષેત્રના 250 ફોન રોજ આવે છે