• Gujarati News
  • અન્યનાનામના પુરાવાઓના આધારે પ્રિએક્ટિવ સીમકાર્ડ મેળવી સામે પુરાવા લીધા

અન્યનાનામના પુરાવાઓના આધારે પ્રિએક્ટિવ સીમકાર્ડ મેળવી સામે પુરાવા લીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અન્યનાનામના પુરાવાઓના આધારે પ્રિએક્ટિવ સીમકાર્ડ મેળવી સામે પુરાવા લીધા વગર 100 રૂપિયામાં સીમ વેચી દેવાનું રેકેટ એસઓજીએ ઝડપી પાડ્યું હતું. એસઓેજીએ પરવતગામ-દેવધ રોડ પર પ્રિયંકા સિટીની એક દુકાનમાં છાપો મારી એકને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 56 સીમકાર્ડ અને ત્રણ ફોન કબજે કર્યા છે.

એસઓજી કોન્સ્ટેબલ રવિને બાતમી મળી હતી કે પ્રિયંકા સિટીની રાધા મોબાઇલ નામની દુકાનમાં રીતે પ્રિએક્ટિવ કાર્ડ વેચવામાં આવે છે. જેથી એસઓજીએ દરોડો પાડી દુકાનદાર દુલારચંદ મહંતો (રહે. ,ઝારખંડ)ની અટકાયત કરી હતી. તેની દુકાનમાંથી વિડિઓકોન કંપનીના 9 પ્રિએક્ટિવ સીમકાર્ડ અને ટાટા ડોકોમોના 47 પ્રિએક્ટિવ સીમકાર્ડ કબ્જે લીધા હતા. આરોપી દુલારચંદે પોલીસને જણાવ્યું હતું કે પરેશ અને હિરેન નામના બે યુવાનો તેને પ્રિએક્ટિવ સીમકાર્ડ આપી જતા હતા. કોઈ પણ ગ્રાહક આવે તેની પાસે પુરાવા લીધા વિના 100માં સીમકાર્ડ વેચી દેતો હતો. ત્રણ મહિનામાં દુલારચંદે રીતે 300 સીમકાર્ડ વેચી નાખ્યા છે. એસઓજીએ દુલારચંદ ઉપરાંત પરેશ, હિરેન વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો લિંબાયત પોલીસ મથકમાં દાખલ કરીને દુલારચંદની ધરપકડ કરી પરેશ અને હિરેનની શોધ હાથ ધરી છે.

પરવત-દેવધ રોડ પરની દુકાનમાં એસઓેજીનો છાપો

એક આરોપીની ધરપકડ, 56 પ્રિએક્ટિવ કાર્ડ કબજે લેવાયા

ત્રાહિત નામના પુરાવાના આધારે સીમકાર્ડ મેળવીને વેચવાનું રેકેટ