• Gujarati News
  • મોન્ટુના 3 દિવસના રિમાન્ડ

મોન્ટુના 3 દિવસના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોન્ટુના 3 દિવસના રિમાન્ડ

સુરત|અડાજણ પાટિયાના રહેવાસી અને હવાલા કાંડમાં સંડોવાયેલાં આરોપી અફરોજ ફટ્ટા પર ફાયરિગ કરતાં અગાઉ ઉઘરાણી માટે તેને ફોન પર ધમકી આપવાના કેસમાં આજે રાંદેર પોલીસે મોન્ટુ ઉર્ફે વિશ્વેસ્વરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં કોર્ટ દ્વારા તેના ત્રણ દિવસના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

મચ્છરોનાં બ્રીડિંગ નાશ કરાયા

સુરત|સુરત મહાનગર પાલિકાના વીબીડીસી વિભાગ દ્વારા શહેરભરમાં ગુરૂવારે આરોગ્યલક્ષી તપાસ દરમિયાન કુલ 60 હજાર જેટલાં ઘરોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 1.34 લાખી મચ્છરોનાં બ્રીડિંગ લેવાયા હતા અને પૈકી ૬૫૧ જગ્યાઓએ પાેઝિટિવ બ્રીડિંગ મળી આવતાં નાશ કરવામાં આવ્યો હતો. 272 જેટલા મિલકતદારોને નોટિસ ફટકારીને રૂ.૫૧ હજારનો દંડ કરાયો હતો.

33 લાખના દાવા મંજૂર થયાં

સુરત|25 વર્ષ અગાઉ મહુવાજ ગામ પાસે એક ટેમ્પો ઝાડ સાથે ટકરાતા અગિયાર જણાના મોત નિપજયાં હતા. કેસમાં વાહન અકસ્માત કાયદા હેઠળ કુલ 13 અરજીઓ કરાઈ હતી જેમાં કોર્ટ દ્વારા રૂપિયા 20 લાખના દાવા મંજૂર કરવામાં આવ્યા હતા. વ્યાજ સાથે રકમ રૂપિયા 60 લાખ થવા જાય છે. ટેમ્પા ડ્રાઇવર ઉપરાંત માલિકે રકમ ચૂકવવાની આવી હતી.

ન્યૂઝ ઇન બોક્સ

પરેશાની |ગણપતિ વિસર્જનનેપણ ત્રણ દિવસ વિતી ગયા હોવા છતાં અનેક ઠેકાણે દબાણોનો નકાલ કરાયો નથી. સુમુલ ડેરી રોડ પર મસમોટો મંડપ બનાવાયો હોવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

િવઘ્નહર્તા વિસર્જીત વિઘ્ન નહીં