• Gujarati News
  • ડીંડોલીનવાગામ જકાતનાકા પાસે અદાવત રાખી બે મિત્રો પર ચાર

ડીંડોલીનવાગામ જકાતનાકા પાસે અદાવત રાખી બે મિત્રો પર ચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીંડોલીનવાગામ જકાતનાકા પાસે અદાવત રાખી બે મિત્રો પર ચાર યુવાનોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી એકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રકરણમાં પોલીસે ચાર પૈકી એક હત્યારાને ઝડપી પાડી જેલભેગો કર્યો હતો.

સુરતના નવાગામ શ્રીનાથનગરના પ્લોટ નંબર 442માં રહેતો સંતોષસીંગ સાધુશરણસીંગ રાજપુત મંગળવારે બપોરના અરસામાં તેના મિત્ર કનૈયા નવલસીંગ રાજપુત સાથે નવાગામ ડીંડોલી રોડ રેલવે પાટા નજીકથી જતો હતો. દરમિયાન રાહુલ સેન્ડી, આનંદ મગન આગરે, મીન્ટુ લંગડો તથા બન્ટી બિહારી નામના ચાર યુવાનોએ અદાવત રાખી સંતોષસીંગ તથા કનૈયા સાથે ગાળાગાળી કરી તેમના પર ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સારવાર દરમિયાન કનૈયાનું મોત નીપજતાં ડીંડોલી પોલીસે ચારેય હત્યારાઓની શોધ હાથ ધરી હતી. ડીંડોલી પોલીસે બાતમીના આધારે ચાર પૈકીના આનંદ મગન આગરે નામના હત્યારાને ઝડપી પાડયો હતો.

ડિંડોલીમાં હત્યા પ્રકરણમાં એકની ધરપકડ થઈ