• Gujarati News
  • રેલવેમાંખાવાની ગુણવત્તા બાબતે છાશવારે ફરિયાદ ઉઠતી હોવાથી રેલવે તંત્ર

રેલવેમાંખાવાની ગુણવત્તા બાબતે છાશવારે ફરિયાદ ઉઠતી હોવાથી રેલવે તંત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલવેમાંખાવાની ગુણવત્તા બાબતે છાશવારે ફરિયાદ ઉઠતી હોવાથી રેલવે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેમ છતાં મોટા ભાગના સ્ટોલધારકો ખાવાની ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપતા નથી. નવસારી રેલવે સ્ટેશન પરના એક સ્ટોલધારકે મુસાફરને કાંદાનાં ભજિયાં સાથે ઉંદરને પણ તળી નાખ્યો હતો અને તે ખાવા માટે મુસાફરને આપી પણ દીધો હતો. મુંબઇથી અમદાવાદ જઇ રહેલા મુસાફર એસ. એમ. અરોરા નવસારી રેલવે સ્ટેશન પર સ્વાતિ એન્ટરપ્રાઇઝ એન્ડ કેટરિંગ નામના સ્ટોલમાંથી કાંદાના ભજિયાં ખરીદ્યા હતા. જેમાં કાંદાનાં ભજિયાંની સાથે ઉંદરને પણ તળીને ખાવામાં આપી દીધો હતો. જેથી તેઓ ખાવા જતા તળેલા ઉંદર પર તેમનું ધ્યાન ગયું હતું. જે અંગે સ્ટોલધારકને મુસાફરે ફરિયાદ કરતા તેની સાથે બેહૂદુ વર્તન કર્યું હતું. આથી મુસાફર અરોરાએ તેની ફરિયાદ કેટરિંગ વિભાગના ફોન નંબર 090044 99733 પર કરી હતી. જેથી ફરિયાદને આધારે સિનિયર ડીસીએમ બેલા મીનાએ નવસારી રેલવે સ્ટેશન પરના સ્ટોલને તાત્કાલિક બંધ કરાવી દીધો છે.

ફરિયાદને આધારે કાર્યવાહી કરાઈ છે

મુંબઇકેટરિંગ વિભાગમાં કાંદાનાં ભજિયાં સાથે ઉંદર તળીને આપી દેવાયાની ફરિયાદ મળતાં તાત્કાલિક સ્ટોલને બંધ કરાવી દેવામાં આવ્યો છે. > કેટરિંગ ફરિયાદ વિભાગ, મુંબઇ ડિવિઝન

રેલવેમાં ખાવાની ગુણવત્તા બાબતે છાશવારે ફરિયાદો

મુસાફરે સ્ટોલધારક સામે ફરિયાદ કરતાં સ્ટોલને તાત્કાલિક બંધ કરી દેવાયો

નવસારીના રેલવે સ્ટોલ પર કાંદાનાં ભજિયાં સાથે તળેલો ઉંદર અપાયો