• Gujarati News
  • એબીજીશિપયાર્ડમાંથી નિવૃત્ત થયેલા ઇજનેરને ઈ મેઇલ મોકલીને બ્રિટિશ સરકારની સ્કીમમાં

એબીજીશિપયાર્ડમાંથી નિવૃત્ત થયેલા ઇજનેરને ઈ-મેઇલ મોકલીને બ્રિટિશ સરકારની સ્કીમમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એબીજીશિપયાર્ડમાંથી નિવૃત્ત થયેલા ઇજનેરને ઈ-મેઇલ મોકલીને બ્રિટિશ સરકારની સ્કીમમાં લોટરી લાગી હોવાનું કહીને રૂપિયા મેળવવા હોય તો વિવિધ ચાર્જિસ પેટે અમારા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવી દેવાનું કહીને રૂ.65.78 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકી નાઇઝિરીયાની હોવાની સંભાવના પોલીસ જોઈ રહી છે.

પીપલોદમાં પ્રગતિનગર એપા.માં રહેતા અને એબીજી શિપયાર્ડના નિવૃત્ત ઇજનેર જનાર્દન ગુરુભાઈ ભટ્ટને 1-4-2014ના રોજ એક ઈ-મેઇલ આવ્યો હતો. ઈ-મેઇલમાં લખાયું હતું કે બ્રિટિશ સરકારની સ્કીમમાં તેમને રૂ. 2,58,04,711ની લોટરી લાગી છે. આથી લાલચમાં આવી જઈ જનાર્દનભાઈઅે પોતાની બેંક અેકાઉન્ટ સહિતની માહિતી મોકલી આપી હતી. ત્યારબાદ મિસિસ રોઝીસિંગ,મિસિસ વ્યંકટ, ગોમેઝ ફ્રેડી,ટોમ વુડ અને રૂબીન ડેવિડ નામના ઠગોએ વિવિધ ચાર્જિસ પેટે અલગ-અલગ સમયાંતરે જનાર્દન પાસેથી 65.78 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે ટોમ વુડ વધુ રૂપિયાની માગણી કરતાં જનાર્દન ભટ્ટને શંકા જતાં તેણે પોતાની રકમ પરત માંગી તો ટોળકીએ કોઈ રીસ્પોન્સ આપ્યો નહતો. આખરે જનાર્દન ભટ્ટે ટોળકી વિરૂદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં ટોળકી નાઇઝિરીયન હોવાની શક્યતા પોલીસ જોઈ રહી છે.

65.78 લાખની ઠગાઈ કેસમાં નાઇઝિરીયન ગેંગની સંભાવના