• Gujarati News
  • કોસંબા | હજીરાથીલોખંડના પાઈપ ભરીને જામનગર જતા ટ્રક ટ્રેલરને કીમ

કોસંબા | હજીરાથીલોખંડના પાઈપ ભરીને જામનગર જતા ટ્રક ટ્રેલરને કીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | હજીરાથીલોખંડના પાઈપ ભરીને જામનગર જતા ટ્રક ટ્રેલરને કીમ ચાર રસ્તા મુકી ડ્રાઈવર રાત્રિના ઘરે ગયો હતો, ત્યારે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ટ્રેલરને અવાવરુ જગ્યાએ હંકારી ગયા હતા અને ગામડાના આંતરિક રોડ પર ઊભુ રાખી પાંચ ટાયર અને સામાનની ચોરી કરી ગયા હતાં. અંગે ડ્રાઈવર કુલ 87 હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

ટ્રેલરમાંથી પાંચ ટાયરની ચોરી

બોક્સિંગમાં રાજ્યમાં ચેમ્પિયન

નવસારી|ગુજરાત રાજ્ય શાળાકીય બોક્સિંગ સ્પર્ધા વડોદરા મુકામે યોજાઈ હતી. જેમાં નવસારી જિલ્લા વતી ટાટા હાઈસ્કૂલના અંડર-19 ભાઈઓમાં 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 5 ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. એક ખેલાડી દ્વિતીય અને સિલ્વર મેડલ મેળવ્યો હતો. શાળા પરિવારે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને અભિનંદન પાઠ્વ્યા હતા.

16-19મીએ લોકદરબાર થશે

આહવા|ડાંગજિલ્લામાં તા.16-9-14ના રોજ ગારખડ ગ્રુપ ગ્રામપંચાયતના ગારખડી ખાતે, સાતબાબલા ગામ ખાતે, ચીંચપાડા ગામે, જામન્યા ગામે, આહિરપાડા ગામે, ઝરી ગામે લોકદરબાર યોજાશે. તા.19-9-14ના રોજ ચીંચલી ગ્રુપ ગ્રામપંચાયતના ચીંચલી ગામે, ચિંચધરા ગામે, કરાડીઆંબા ગામે, ગાઢવિહિર ગામે, હનવતપાડા ગામે લોકદરબાર થશે.

ટોળાએ પરિવારને બાનમાં લીધો

નવસારી|નવસારીના ઈટાળવા નજીક છોકરીની મશ્કરી કરવા બાબતે વિરોધ કરવા જતાં 40થી વધુ લોકોના ટોળાએ છોકરીના પરિવારને માર મારી સોનાની ચેઈનની લૂંટ ચલાવી જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. નવસારીથી ગણદેવી તરફ જતાં રોડ ઉપર ઈટાળવા નજીકના ગણેશ વિસર્જનના દિવસે રાઠોડ પરિવારને 40થી 50 જણાંના ટોળાએ બાનમાં લીધાની ફરિયાદ થઈ છે.

લાખોનો માલ ભરેલો ટેમ્પાે ચોરી

બારડોલી|સુરતનાહજીરાની એક ટ્રાન્સપોર્ટ કંપનીના ટેમ્પોમાં રિલાયન્સમાંથી 8 ટન પીઓવાય (કિંમત 7.75 લાખ)નો મુદ્દામાલ ભરી સેલવાસ જવા નીકળ્યો હતો. ત્યારે વરેલી ગામની હદમાં ટેમ્પાનો ચાલક 8મીની રાત્રે ટેમ્પો પાર્ક કરી વરેલી ઉંઘવા જતો રહ્યો હતો. સવારે પરત ફરતાં ટેમ્પાની ચોરી થઈ ગઈ હતી. 7.75 લાખનો પીઓવાય અને 7 લાખનો ટેમ્પો મળી 14.75 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો.

ડ્રાયવરની હત્યાની આશંકા

વાંસદા|વાંસદા તાલુકાના ચારણવાડા ગામે આવેલ નાઈકી ફળિયામાં આવેલ બિનઉપયોગી આંગણવાડીના પાછળના ભાગે ઝાડીઝાંખરામાં નિર્વસ્ત્ર હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. પોલીસે મળેલા વસ્ત્રો પરથી યુવાન હરીયાણા તરફનો ડ્રાયવર હોવાનું અનુમાન લગાવ