• Gujarati News
  • સુરત |ગુરુવારે ટેન્ડર સ્ક્રૂટિની કમિટીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 200

સુરત |ગુરુવારે ટેન્ડર સ્ક્રૂટિની કમિટીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 200

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગુરુવારે ટેન્ડર સ્ક્રૂટિની કમિટીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 200 જેટલાં કન્ટેઇનર ખરીદવા માટેની ઓફરને સ્થાયી સમિતિ સમક્ષ મોકલવા માટેનું નક્કી કરાયું હતું. આનેમાટે રૂ. 79 લાખનો ખર્ચ થશે. અહીં નોંધનીય છે કે, પાલિકાએ વર્ષ 2004થી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ શરૂ કરી છે. તેની પાછળનું એક કારણ એવું હતું કે, શહેર કન્ટેઈનર ફ્રી બને. શહેરમાં ક્યાંય કચરના કન્ટેઈનર મૂકવા નહીં પડે. જોકે, ગુરુવારે કન્ટેઈનર ખરીદવાના નિર્ણયને લીધે કન્ટઈનર ફ્રી સિટી કરવાની જાહેરાત 10 વર્ષ પછી પણ ફળીભૂત નથી થઈ શકી, તે વધુ એકવાર જોવા મળ્યું હતું.

કચરાના કન્ટેઇનર ખરીદાશે

પૂણા સીતાનગર ચોકથી આશીર્વાદ સોસાયટીથી વિષ્ણુનગર તરફના રોડ પર કેટલાક દિવસથી પાણી ભરાતા માર્ગનું ભારે ધોવાણ થયું હતું. જોકે, ચોમાસું અતિમ તબક્કામાં હોવા છતાં પાલકાએ અહીં મરામતના નામે માત્ર છારું પાથરી દેતાં હજી દુવિધાનો ઉકેલ આવ્યો નથી. આજે પણ લોકો માર્ગની ધાર પર ચાલે છે.

પૂણા વસ્તારમાં માર્ગ મરામતના નામે સદંતર વેઠ

ન્યૂઝ ઇન બોક્સ

સુરત |બેગમપરાની મપારા શેરી ગલેમંડી રોડ પર એક જર્જરિત મકાનનો પાછળનો ભાગ તૂટી પડ્યો હતો. ફાયબ્રિગેડના જણાવ્યા મુજબ ગુરુવારે સવારના 11.10 કલાકે ઘટના બની હતી. રણછોડ શાંતિભાઈ રાણાની માલિકીના મકાનમાં ભાડૂત ઘનસુખભાઈ દવે રહે છે. જોકે ઘટનામાં ત્રણ માળના મકાનના પાછળના ભાગે બનાવાયેલી ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. તેથી કોઈને કશું થયું હતું. ફાયરબ્રિગેડની ટીમે પહોંચી જઈ કાટમાળ ખસેડ્યો હતો.

બેગમપરામાં મકાનનો ભાગ તૂટ્યો

સુરત |કતારગામના માતૃછાયા એપાર્ટમેન્ટ ખાતે રહેતા 51 વર્ષીય અરવિંદ નરસીંહભાઈ પટેલ ગોટાલાવાડી ખાતે આઈસ્ક્રીમની દૂકાનમાં કામ કરતા હતા. તેમણે ગત તારીખ 9મીના રોજ ડભોલી બ્રિજ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવી જઈ આપઘાત કરી લીધો હતો. ફાયરબ્રિગેડે લાશની જે તે સમયે શોધખોળ કરવા છતાં લાશ મળી હતી અને કોઝવેમાં પાણીનુ ભારે વહેણ હોય લાશ તણાઈ ગઈ હતી. ગુરુવારે તેની લાશ ડુમસના દરિયા ગણેશ મંદિર પાસેથી મળી આવતા પોલીસે નોંધ કરી હતી.

આધેડની લાશ દરિયામાંથી મળી

સુરત |લિંબાયત આસપાસ ખાતે રહેતા અધિકારભાઈ મિસ્ત્રીનો 20 વર્ષીય પુત્ર સાગર રિક્ષા ચલાવી ઘર ખર્ચ ઉઠાવતો હતો. તેને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અંગે તેમણે તેના પિતાને જાણ કરી લગ્ન કરાવી આપવા જણાવ્યું હતું. જોકે, પિતાએ લગ્ન અંગે ના પાડતા સાગરને લાગી આવ્યું