ભાસ્કર ન્યૂઝ. સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત

સુરતશહેરને દર બે-ત્રણ વર્ષે ચોમાસામાં પૂરનો ભય સતાવે છે, તો હાલમાં વરસાદ ખાસ્સો મોડો આવતાં સિંચાઈના પાણીમાં કાપ મૂકાતાં ખેડૂતો માટે ચિંતા ઊભી થઈ હતી. ત્યારે એકતરફ કૂવો અને બીજી તરફ ખીણ જેવી કફોડી સ્થિતિમાં ઉકેલ મળે તેવો કન્સેપ્ટ શહેરના એક આર્કિટેક્ટે રાજ્ય સરકારને સૂચવ્યો છે. ઇમરજન્સી લેકના મૂળ વિચાર ઉપર કન્સેપ્ટ તૈયાર કરાયો છે. તાપી નદીમાં પૂર જેવી સ્થિતિમાં ઇમરજન્સી લેકમાં પાણીને ડાયવર્ટ કરીને પૂરથી રક્ષણ આપી શકાય અને વરસાદની અછત વખતે જ્યારે પાણીની તંગી પડે ત્યારે ઇમરજન્સી લેકના પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરી શકાય. તેવું કન્સેપ્ટચ્યુઅલ મોડેલ રાજ્ય સરકારને સોંપાયું છે. રાજ્ય સરકારે પણ વિકલ્પ ઉપર ફિઝિબિલિટી ચેક કરાવવા માટેની તૈયારી દર્શાવી છે.

ઇમરજન્સી લેકબનાવવા કાકરાપાર પછી ડાઉન સ્ટ્રીમમાં સુરત તરફ નદીમાં એક અન્ડર ફ્લો વિયર બનાવવો પડે. જે આકસ્મિક સ્થિતિમાં વિપુલ જથ્થામાં પાણી છોડવાની સ્થિતિ ઊભી થાય ત્યારે અન્ડર ફ્લો વિયરના ગેટ બંધ કરી દેવામાં આવે. એટલે તૈયાર કરાયેલા જળાશયમાં વધારાનું પાણી જમા થઈ જાય પછી પાણીને ફરી નદીમાં વહેતું કરી દેવાય અથવા નબળું ચોમાસું હોય ત્યારે તેનો સિંચાઈમાં ઉપયોગ કરી શકાય તેવું આયોજન શક્ય છે.

અન્ડર ફ્લો વિયર બનાવવો પડે

ઇમરજન્સી લેકનીક્ષમતાની ગણતરી માટે ૨૦૦૬ના પૂરમાં ભરાયેલાં પાણીની કાચી ગણતરીનો આધાર લીધો છે. આર્કિટેક્ટ હિ‌રેન દલાલે પૂર વખતે શહેરમાં 10 કિમી બાય 5 કિમીના ચોરસ વર્ગમાં 3 મીટર ઊંડાઈમાં પાણી હોવાનો અંદાજ મૂક્યો છે. આમ પૂરમાં ૧પ કરોડ ઘનમીટર એટલે ૧પ અબજ લિ. પાણી ભરાયાની ગણતરી મૂકી આટલું પાણી ભવિષ્યમાં આવી સ્થિતિ વખતે ક્યાં ડાયવર્ટ કરીને હંગામી ધોરણે સંગ્રહ કરી શકાય તેના ઉપર અભ્યાસ કર્યો છે.

150 અબજ લિ.ની ક્ષમતા

ભૂગર્ભજળ સ્ત્રોતને ફાયદો

ઉકાઈડેમમાંથી લગભગ દર વર્ષે મીઠું પાણી છોડી દેવું પડે છે, તેને બચાવવા માટે જો શહેરની આસપાસની બિનઉપજાવ જમીનો ઉપર ઇમરજન્સી જળાશય અંગે વિચારાય તો બીજા પણ લાભ થઈ શકે. પાણી શહેર અને આસપાસના વિસ્તારને બાકીના આઠ મહિ‌નામાં કામ લાગે અને બીજું કે જળાશયમાં પાણી ભરાયેલું રહે તો શહેર અને આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્ત્રોત પણ જીવતા રહી શકે, તે આવનારી પેઢી માટે મોટી ભેટ ગણી શકાશે’. > વી.ડી.પટેલ, પૂર્વસિટી ઇજનેર, પાલિકા

પ્રી-ફિઝિ. ચેક કરાશે

કૃત્રમતળાવ બનાવવા અંગેનો કન્સેપ્ટ સૂચ