• Gujarati News
  • નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું

નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું

સુરત:લોકભારતીમંડળ, ભરતીઆ વિદ્યાસંકુલના સ્થાપના કાળથી જોડાયેલા અને નિવૃત્ત થયેલા શિક્ષકોનો જિલ્લા શિક્ષણાધિકારીના પ્રમુખપદે ખાસ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મંડળના પ્રમુખ દિનકર સી.નાયકે નિવૃત્ત સારસ્વતોનું સન્માન કર્યુ હતું.

દોષનેજે ધિક્કારે તે ધર્મી: રાજરક્ષિતજી

સુરત:હાલમાંચાલી રહેલા જૈનોના પવિત્ર ચાતુર્માસ નિમિત્તે અરિહંત વાસુપૂજ્ય સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ બાબુનિવાસની ગલી, નાનપુરા ખાતે પધારેલા પંન્યાસ રાજરક્ષિત વિજયજીએ ગુરૂવારે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, દુ:ખને ધિક્કારે તે નાસ્તિક, પાપને ધિક્કારે તે આસ્તિક. જોકે દોષને ધિક્કારે તે ધર્મી કહેવાય છે.

ઘોઘારીલોહાણા સમાજનું સ્નેહમિલન

સુરત:ઘોઘારીલોહાણા મહાજન સમાજ દ્વારા સમાજની વાડી ખાતે એક સામાન્ય સભા અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજનાં ભાઈ-બહેનો ઊમટી પડ્યાં હતાં. પ્રસંગેે સમાજ સંગઠિત થઇને એકબીજાની મદદ કરે તેવી પણ પ્રતિજ્ઞા કરાઈ હતી.

બ્રાહ્મણસમાજ દ્વારા સન્માન કાર્યક્રમ

સુરત:શહેરમાંવસતા બ્રાહ્મણ સમાજ દ્વારા અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ ચિલ્ડ્રન હોલ ખાતે સમાજના તેજસ્વી તારલા અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ધોરણ ૧૦-૧૨ના ૫૫ વિદ્યાર્થીઓ તથા ૩૮૦ જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શિક્ષકો સહિત સમાજના લોકો કાર્યક્રમમાં જોડાયા હતાં.

સાર સમાચાર