• Gujarati News
  • ફાર્મહાઉસની ભાગબટાઈ મુદ્દે બે ભાગીદાર બાખડયાં

ફાર્મહાઉસની ભાગબટાઈ મુદ્દે બે ભાગીદાર બાખડયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી તાલુકાના બાબલા ગામે એક ફાર્મ હાઉસ બે ભાગીદારોએ ખરીધું હતું. ત્યાર બાદ ભાગ વહેંચવા બાબતે બંને વરચે ઝઘડો થતાં લાકડા, તલવાર, સળિયા જેવા હથિયારની સાથે બંને જૂથો બાખડયા હતાં. જેમાં બંને ભાગીદારો ઈજાગ્રસ્ત બનતાં સારવાર અર્થે રાત્રે ખસેડવામાં આવ્યા હતાં. આખરે મામલો પોલીસ મથકે પહોંરયો હતો.
બારડોલી તાલુકાના બાબલા ગામે આવેલ બ્લોક નં ૧૮૫ વાળી જમીન પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે રહેતા જિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજપૂત અને સુરત સલાબતપુરા ગામના શેખર શિવદાસ મહાત્મા બંને ભાગીદારીમાં હોવાથી બંનેની સંમતિથી શેખર મહાત્માના નામે ખરીદી હતી. જોકે, આ જમીન બાબતે પાછળની બંને ભાગીદારો વરચે ઝઘડો શરૂ થયો હતો. જિતેન્દ્રસિંહે અવારનવાર જમીનના ભાગ બાબતે શેખર મહાત્માને બોલાવવા છતા આવતો ન હતો.
રવિવારની રાત્રે શેખર મહાત્મા તેમજ પ્રકાશ અને બીજા બેથી ત્રણ અજાણ્યા ઈસમો ભેગા મળી ગેરકાયદે મંડળી રચી ફાર્મ હાઉસમાં આવ્યા હતાં અને ભાગ બાબતે વાતચીત કરતાં બંને ભાગીદારો વરચે ઝઘડો શરૂ થઈ ગયો હતો, જેમાં શેખર શિવદાસ મહાત્મા સહિતનું જૂથ સળિયા, લાકડા તથા પાટીયા વડે હુમલો કરી જિતેન્દ્રસિંહ રાજપૂતને આંખ અને શરીરના ભાગે મારમારી ઈજા પહોંચાડી હતી અને જિતેન્દ્રસિંહની પત્નીના કપડા ફાડી નાંખી તેની સાથે દુવ્યવહાર કર્યોહતો.
બંને જૂથ વરચેની ઝપાઝપીમાં ત્રણ તોલાની સોનાની ચેઈન તેમજ બાપુજીની ઘડીયાર અને મોબાઈલ ગૂમ થઈ હતી. ૧૬મે મેના રોજ લેખિતમાં કરાર કરેલ કે ફાર્મ હાઉસ શેખર રાખશે અને તેના ભાગીદાર દુકાન છે તે આપવાની અને ૩૫ લાખ આપવાની બાંહેધરી આપી હતી. જિતેન્દ્રસિંહે પોલીસમાં ફરિયાદ આપતાં ગુનો નોંઘ્યો હતો.
બીજી તરફ બારડોલી પોલીસમાં શેખર શિવદાસ મહાત્મા (રહે. સુરત, સલાબત પુરા)એ આવેલ ફરિયાદ મજુબ ભાગીદાર જિતેન્દ્રસિંહ રાજપૂતના દબાણથી બાબલા ગામે ફાર્મ હાઉસ ખરીધું હતું અને તેમાં ભાગ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જિતેન્દ્રસિંહ ગેરકાયદેસર મંડળી રચી ફાર્મ હાઉસમાં ગેરકાયદે પ્રવેશ કર્યોહતો. બાદમાં ફાર્મ હાઉસમાં શેખર મહાત્માને બોલાવી રવિવારની રાત્રે ગાળો આપી ઉશ્કેરાઈ જઈ જિતેન્દ્રસિંહ તેમજ મહેન્દ્રસિંહ તથા અન્ય બીજા ચાર ઈસમો ભાગે મળી ઉશ્કેરાઈ જઈ શેખર મહાત્માના માથામાં તલવાર મારી હતી અને બીજા ઈસમોએ દાતરડુ અને ચપ્પુથી માર મારી ઈજ પહોંચાડી હતી. જેથી શેખર મહાત્માએ બાપ- દીકરા તેમજ અન્ય ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. આમ બ