• Gujarati News
  • આર્કિટેકચરના સ્ટુડન્ટને સ્પેનમાં ઇન્ટર્નશીપનો ચાન્સ

આર્કિટેકચરના સ્ટુડન્ટને સ્પેનમાં ઇન્ટર્નશીપનો ચાન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અને સ્પેનની ટેકનિકલ યુનિવર્સિટી ઓફ કાટર્ેગેના વરચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા છે. આ એમ.ઓ.યુ વિશે ડિસ્કશન કરવા અને આગળના સ્ટેપ્સ નક્કી કરવા માટે સ્પેનની યુનિવર્સિટી ઓફ કાટર્ેગનાના ડીન અને ઇન્ટરનેશનલ ઓફિસનાં હેડ એન્ટોનિયો ગોમેઝ અને બિહમિઝ મરીને સાઉથ ગુજરાત યૂનિવર્સિટિની મુલાકાત લીધી હતી.
આ એમ.ઓ.યુને કારણે યુનિવર્સિટિનાં આર્કિટેકચરનાં સિલેકટેડ સ્ટૂડન્ટ્સને ૧ વર્ષની ઇન્ટર્નશિપ માટે સ્પેન જવાનો ચાન્સ મળી શકે છે. આ વિષય પર ડિન એન્ટોનિયો ગોમેઝ તથા ઇન્ટરનેશનલ ઓફિસનાં હેડ બિહમિઝ મરિને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સોમવારે સવારે સાઉથ ગુજરાત યૂનિવર્સિટિનાં વાઇસ ચાન્સેલર દ ોશ પાઠક, સ્કૂલ ઓફ આર્કિટેકચરનાં પ્રિન્સિપલ પ્રો.શિવા રાવ તથા સ્કૂલ ઓફ આર્કિટેકચરનાં ડિરેકટર આર.ડી.દેસાઇ સાથે તેમની મિટિંગ યોજાઇ હતી,
વીએનએસજીયુ અને સ્પેનની કાટર્ેગાના યૂનિવર્સિટિ વરચે થયેલા એમઓયુ અનુસાર આ બન્નો યૂનિવર્સિટિનો એકેડેમિક પ્રોગ્રામ અને સિલેબસ સરખો રાખવામાં આવશે જેથી બંને યુનિવર્સિટી સાથે મળી ઇન્ટર્નશિપ પ્રોગ્રામ સ્ટાર્ટ કરી શકે.
આ પ્રોગ્રામ હેઠળ સ્ટૂડન્ટ્ ૫ વર્ષનાં એકેડેમિક કોર્સમાં ૧ વર્ષની ઇન્ટર્નશિપ સ્પેનમાં કરી શકશે. આનાથી સ્ટૂડન્ટ્સને એકસપોઝર મળી રહેશે તેમજ ત્યાંના યુરોપિયન પ્રોફેસર્સ સાથે કામ કરવાનો અને શીખવાનો તેમને ચાન્સ મળશે. આ પ્રોગ્રામ જાન્યુઆરી-૨૦૧૫ સુધીમાં શરૂ કરી દેવાશે.
બિહમિઝ મરિન
એન્ટોનિયો ગોમેઝ
ર્ગ્ગ્ૈ ર્ખ્થ્જ
સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ કર્યા સ્પેનની યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ