• Gujarati News
  • આર. એ. ડિસ્ટિ્રબ્યુટર્સ સાથે ૨૭ કરોડના વ્યવહાર કર્યાની ફટ્ટાની કબૂલાત

આર. એ. ડિસ્ટિ્રબ્યુટર્સ સાથે ૨૭ કરોડના વ્યવહાર કર્યાની ફટ્ટાની કબૂલાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૫૦૦૦ કરોડના હવાલા કૌભાંડમાં ઇડીના હાથે ઝડપાયેલા અફરોઝ ફટ્ટાનો ક્રાઇમ બ્રાન્ચે બુધવારે કબજો મેળવી ચીફ કોટર્માં રજૂ કર્યોહતો. કોટર્ે અફરોઝના ૨૫ ઓગષ્ટ સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા જણાઈ આવી નથી, એવું કહેનારી સુરત પોલીસે હવે હવાલાકાંડમાં અફરોઝ ફટ્ટાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યોહતો. અફરોઝ ફટ્ટા પણ પહેલેથી એવું રટણ કરતો આવ્યો હતો કે તે મદનલાલ જૈન નામની કોઈ વ્યકિતને ઓળખતો નથી. જોકે હવે ક્રાઇમ બ્રાંચ સમ ા તેણે એવી કબૂલાત કરી છે કે મદનલાલ જૈનની આર. એ. ડિસ્ટિ્રબ્યુટર્સ નામની કંપની સાથે તેણે રૂ. ૨૭ કરોડના વ્યવહાર કર્યા હતા. જોકે, પોલીસને શંકા છે કે અફરોઝ હજી ઘણી બાબતો છુપાવી રાો છે. આ ૨૭ કરોડ રૂપિયા અફરોઝ કયાંથી લાવ્યો તે બાબતે અફરોઝ કશું બોલતો નથી. એક શંકા એવી પણ છે કે, આ રૂપિયા શહેરના કોઈ વગદાર રાજકારણીના હોઈ શકે છે. જોકે સુરત પોલીસ અફરોઝ પાસે યોગ્ય કબૂલાત કરાવે તો હવાલાકાંડ પાછળનાં મોટાં માથાંઓનાં નામ ખૂલે એમ છે.
અડાજણ પાટિયાના હલીમા પેલેસમાં રહેતા અને નાઇલ કંપનીના નામે હીરા ઇમ્પોટર્-એકસપોટર્નો ધંધો કરતા અફરોઝ ફટ્ટાની ઇડીએ રૂપિયા ૫૦૦૦ કરોડના હવાલાકાંડમાં ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ૧૦૪ કરોડના હવાલા કૌભાંડની એફઆઇઆર દાખલ કરાવવામાં આવી હતી. આ ફરિયાદ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે સાબરમતી જેલમાંથી અફરોઝ ફટ્ટાનો કબજો મેળવી આજે ચીફ કોટર્માં રજૂ કરતા ૧૪ દિવસનાં રિમાન્ડની માંગ કરી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે હાલના આરોપીને સાથે રાખીને તપાસ કરવાની જરૂર છે. ઉપરાંત મુંબઈના ફલેટમાં પણ તપાસ કરવાની બાકી છે. જયારે બચાવ પ ો એડવોકેટ જતીન ગાંધીએ દલીલ કરી હતી કે બોગસ બિલ ઓફ એન્ટ્રી બનાવવામાં કે બેન્ક એકાઉન્ટમાં આરોપીની કોઈ જગ્યાએ સંડોવણી નથી. ઘર અને ઓફિસ કે મુંબઈના ફલેટ પર તો ઇડીએ પણ તપાસ કરી લીધી છે. અનેક ડોકયુમેન્ટ જપ્ત કર્યા છે એટલે હાલ આ સ્થળોએ ફરી તપાસ કરવાનો કોઈ અર્થ નથી.
અફરોઝ મોઢું ખોલશે તો રાજકારણી કુંડાળામાં
૧૦૪ કરોડના હવાલાકાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા અફરોઝ ફટ્ટાની ધરપકડ કરવામાં આવતાં દેશભરનું રાજકારણ ગરમાયું છે. દરમિયાન કોંગ્રેસે એક પત્રકાર પરિષદ યોજીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના ફોટા જાહેર કર્યા હતા. હવે જયારે રૂપિયા ૧૦૪ કરોડના હવાલા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચે અફ