• Gujarati News
  • વીટી ચોકસી લો કોલેજમાં વંચિત વિધાર્થીઓને પ્રવેશ મળી જશે

વીટી ચોકસી લો કોલેજમાં વંચિત વિધાર્થીઓને પ્રવેશ મળી જશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રવેશ મુદ્દે થયેલા વિવાદ બાદ આખરે વિધાર્થીઓને હાશકારો
વીટી ચોકસી લો કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલા મેરિટમાં જે વિધાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેવા વિધાર્થીઓને વીર નર્મદ યુનિવર્સિટીના મેરિટમાંથી બાકાત કરી દેવામાં આવ્યા હતા. તેના કારણે ૬૦ જેટલા વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. પ્રવેશથી વંચિત રહેલા આ ૬૦ જેટલા વિધાર્થીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ અંગેની રજૂઆત કરતા આગામી બે દિવસમાં આવા તમામ વિધાર્થીઓને સમાવી લેવાની ખાતરી આપવામાં આવી છે.
એલએલબી પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે વીટી ચોકસી લો કોલેજે મેરિટ લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં ૫૫ ટકા ધરાવતા વિધાર્થીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે યુનિવર્સિટી એ કોલેજે બનાવેલા મેરિટ લિસ્ટમાં ફેરફાર કરતાં ૬૦ જેટલા વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. આવા વિધાર્થીઓએ યુથ કોંગ્રેસના નેજા હેઠળ આજે બુધવારે યુનિ.ના રજિસ્ટ્રાર જે. આર. મહેતાને રૂબરૂ રજૂઆત કરી હતી. જે રજૂઆતને આધારે રજિસ્ટ્રારે કલાસ દીઠ ૧૫ વિધાર્થીઓને વધુ સમાવવા માટેની અત્યારે તો ખાતરી આપી છે. જેથી રજિસ્ટ્રાર દ્વારા આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવે તો હાલ વીટી ચોકસી લો કોલેજમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા ૬૦ વિધાર્થીઓને પ્રવેશ મળવાની શકયતા છે.
વર્ગદીઠ ૧૫ વિધાર્થીઓ વધુ સમાવવા રજિસ્ટ્રારની ખાતરી
વિધાર્થીઓએ કોલેજમાં દેખાવ કર્યા હતા.