• Gujarati News
  • RTO ચલણ કૌભાંડમાં અહેવાલ રજૂ કરવા હાઇકોટર્નો આદેશ

RTO ચલણ કૌભાંડમાં અહેવાલ રજૂ કરવા હાઇકોટર્નો આદેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
RTO ચલણ કૌભાંડમાં અહેવાલ રજૂ કરવા હાઇકોટર્નો આદેશ

સુરતમાં નવું વાહન ખરીધા બાદ ડીલરના એજન્ટ દ્વારા નાણાં ભરવામાં આચરેલી ગેરરીતિ બાબતે આરટીઓ દ્વારા વાહન માલિકોને આપેલી નોટિસના મામલે તપાસ કરી અહેવાલ રજૂ કરવા માટે જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજય સરકારને આદેશ કર્યોછે. સુરતમાં કેટલાક ડીલરના એજન્ટ દ્વારા વાહન માલિકો પાસેથી પૂરી રકમ વસૂલ્યા બાદ આરટીઓમાં ઓછી રકમ ભરપાઇ કરી તેની મોટી રકમનું ચલણ મેળવ્યું હતું. આ કૌભાંડમાં આરટીઓ દ્વારા આવા ૬,૦૦૦ વાહન માલિકોને નોટિસ આપી હતી.
હાઇકોટર્ે આ સમગ્ર કૌભાંડમાં આરટીઓનો કોઇ કર્મચારી અધિકારી સંડોવાયેલો છેકે કેમ? તે બાબતે તપાસ કરી અહેવાલ ટ્રાન્સપોટર્ સેક્રેટરીને મોકલવા અને તેમના દ્વારા હાઇકોટર્ સમ ા રજૂ કરવા આદેશ કરી કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ પર મુલતવી રાખી છે.