• Gujarati News
  • ...તો મિલકતને સીલ કરીને માલસામાન પણ જપ્ત કરાશે

...તો મિલકતને સીલ કરીને માલસામાન પણ જપ્ત કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં છેલ્લા મહિનાઓમાં બનેલી આગની અનેક ઘટનાઓના બોધપાઠ રૂપે પાલિકાએ નવી ફાયર સેફટી પોલિસીનો ડ્રાફટ તૈયાર કરવા માંડયો છે. એકિટવ અને પેસિવ ફાયર સેફટી માટેના વિકલ્પને પણ સામેલ કરવા ઉપરાંત નવા ગુજરાત ફાયર સેફટી એકટને ઘ્યાનમાં રાખીને નીતિ બનાવવા માટેની તજવીજ શરૂ કરાઈ છે.
ફાયર સેફટીના મામલે દર વખતે નોટિસ આપીને હાથ અદ્ધર કરી દેતાં ફાયર વિભાગે હવે ગંભીર બનવું પડશે. સાથોસાથ ફાયર સેફટીને સાવ નજરઅંદાજ કરતાં લોકોએ પણ હવે ગંભીર બનવાની ફરજ પડશે. કેમકે, પાલિકા ફાયર સેફટી માટે નવી પોલિસી તૈયાર કરી રહી છે. તેમાં એકિટવ ફાયર સેફટી અને પેસિવ ફાયર સેફટી માટેના વિકલ્પને પણ ફરજિયાત બનાવવા માટેની વિચારણા કરાઈ રહી છે.
એટલું જ નહીં આ નવી નીતિમાં માત્ર ફાયર સેફટી માટેની જોગવાઈ નહીં હોય પરંતુ જો ફાયર સેફટી નહીં હોય તો દંડ, માલ-મિલકત સીલ થઈ શકશે અને ફાયર સ્ટાફની જવાબદારી પણ નક્કી થશે. એટલું જ નહીં સાથેસાથે લોકો પાસેથી મિલકત વેરાની સાથે ફાયર ટેકસ પણ વસૂલ કરાશે.
છેલ્લા મહિનાઓમાં શહેરમાં આગની સંખ્યાબંધ મોટી ઘટનાઓ બની છે. તમામ ઘટનામાં ફાયર બ્રિગેડની પોલ ખુલ્લી પડી ચૂકી છે. અત્યાધુનિક સાધનોનો ઢગલો કરાવીને પણ તેનો યોગ્ય સમયે ઉપયોગ કરવામાં તંત્ર નબળું સાબિત થયું છે. બીજી બાજુ કરોડો રૂપિયાનો વેપાર કરતાં કાપડના વેપારીઓ પણ ફાયર સેફટીના મુદ્દે દરકાર લેવામાં અત્યંત બેદરકાર સાબિત થઈ ચૂકયા છે. ફાયર બ્રિગેડ સતત તેવી કેસેટ વગાડતું રાું છે, પરંતુ નોટિસ આપ્યા પછી શું? તે દિશામાં બંને તરફે લોલમલોલ ચલાવાય રહી છે. કેમકે, હાલની ફાયર સેફટી માટેના નિયમોમાં પાણી અને ડ્રેનેજ જોડાણ કાપવા જેવી સામાન્ય દંડકીય જોગવાઈ છે. એટલે, અસરકારક કામગીરી નથી થઈ રહી અને ઘટનાની અસર વીતી ગયા પછી લોકોને કોઈ ખાસ ડર નથી રહેતો.
જોકે, આ દિશામાં હવે લોલમલોલ ચલાવવા માટે બંને તરફે કાર્યવાહી થશે. રાજય સરકારે ગુજરાત ફાયર સેફટી એકટ-૨૦૧૪ના અમલીકરણ માટેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. તેના ઉપર વાંધાસૂચનોની પ્રક્રિયા ચાલુ છે. તે પૂરી થવાથી એક-બે મહિનામાં આ એકટનો અમલ કરવાનું શરૂ કરાશે. તદુપરાંત અમે પણ ફાયર સેફટી માટે નવી પોલિસી બનાવી રાા છીએ તેવું પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગનું કહેવું છે.
નિયત કરેલી ખાનગી મિલકતો, સંસ્થાઓએ પોતાના ફાયર સ્ટાફ રાખવા પડશે.
મિલકતની સાઈઝ અને પ્રકાર પ્રમાણે તેમના મિલકત વેરાના બિલમાં ૧ થી ૪ ટકા જે