• Gujarati News
  • કાપડ વેપારી દલાલની વીવર સાથે ૩.૨૫ લાખની છેતરપિંડી

કાપડ વેપારી-દલાલની વીવર સાથે ૩.૨૫ લાખની છેતરપિંડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૪૪ તાકા ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ ન કર્યું
શહેરના રિંગરોડ સ્થિત અશોકા ટાવર માર્કેટના રિદ્ધિસિદ્ધિ સિલ્ક મિલ્સના વેપારી અને દલાલે કતારગામના વીવર પાસેથી ૧૪૪ નંગ ગ્રે કાપડના તાકા કિંમત રૂપિયા ૩.૨૫ લાખની ડિલિવરી મેળવી લઈ પેમેન્ટ નહીં ચુકવતાં સલાબતપુરા પોલીસ મથકે વેપારી અને દલાલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
આ ઘટના અંગે સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કતારગામના હાથીવાળા મંદિર રોડની ક્રિષ્ણા રેસિડન્સી ખાતે રહેતા જિiોશ પરષોત્તમભાઈ કળથિયા (પટેલ) લૂમ્સનું કારખાનું ધરાવે છે. ગઈ તા. ૨૬-૯-૨૦૧૩થી ૬-૧૦-૧૩ દરમિયાન દલાલ રમેશ જૈન (રહે-બાટલીબોય સર્કલ પાસે, પાંડેસરા)એ જિiોશભાઈ પાસે આવીને તેવી લોભામણી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. તેથી જિiોશભાઈએ દલાલની વાતમાં આવી જઈ રિંગરોડની અશોકા ટાવર માર્કેટની રિદ્ધિસિદ્ધિ સિલ્ક મિલ્સના ગોવિંદ લાલુરામને ૬૦ ગ્રામ કવોલિટીના ગ્રે કાપડના તાકા નંગ ૧૪૪ કિંમત રૂપિયા ૩.૨૫ લાખનો માલ ટેમ્પો ડ્રાઇવર મારફતે મોકલી આપ્યો હતો. જોકે, માલની ડિલિવરી લેવા છતાં ગોવિંદ લાલુરામે પેમેન્ટ કર્યું ન હતું અને દુકાન બંધ કરીને નાસી જઈ વિશ્વાસઘાત કર્યોહતો.
છેતરપિંડીના આ બનાવ અંગે વિવર જિiોશ કળથિયાએ સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વેપારી ગોવિંદ લાલુરામ અને દલાલ રમેશ જૈન સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ આર.કે. રાઠવાએ હાથ ધરી હતી.