• Gujarati News
  • ૧૨ શહીદોના પરિવારોનું સન્માન

૧૨ શહીદોના પરિવારોનું સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંઘ્યાએ શહેરમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા વીર શહીદ જવાનોનાં પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સહાયતા પૂરી પાડવામાં આવી હતી. જય જવાન નાગરિક સમિતિ દ્વારા ૧૯૯૯માં કારગિલ યુદ્ધ વખતે શહીદ થનાર વીર જવાનોના પરિવારને સન્માનની સાથે સહાયતા પૂરી પાડવાનું બીડુ આ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવ્યું છે. જેમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ ગુરૂવારે સરદાર સ્મૃતિ ભવન વરાછા ખાતે શહેરના મહાનુભાવોની હાજરીમાં ૧૨ શહીદોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સહાયતા આપીને તેમની મદદ કરવામાં આવી હતી.