• Gujarati News
  • સાયણ રોડ પરથી ગેરકાયદે બનાવેલા તબેલા દૂર કરાયા

સાયણ રોડ પરથી ગેરકાયદે બનાવેલા તબેલા દૂર કરાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરીયાવછાપરાભાઠા રોડ થી સાયણ રોડને જોડતા રોડ પર ઘણા સમયથી ઢોરના તબેલા બાંધી રાખી ઉપયોગ કરતા હતો.મુખ્ય રસ્તા પર પરવાનગી વગર તબેલા બંધાતા વાહનચાલકો અને રાહદારી ને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.રાંદેર ઝોનના પાલીકા સ્ટાફે ગેરકાયદે રોડ પર કરલો કબજો દૂર કરી 8608 ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.આ સાથે રાંદેરના રામનગર પાસે બીઆરટીએસ રૂટમાં નડતરરૂપ વર્કશોપનું 100 ચો.મીટરનું બાંધકામદૂર કરી પુરેપુરી પહોળાઇમાં રસ્તો બનાવી શકાય તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.આ બાંધકામ દૂર કરતા વર્ષો જુની ટ્રાફિકની સમસ્યાનો હલ થયો છે.