અંદરના પાને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંદરના પાને

ડુમસમાં વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ

સુરત|ડુમસ ખાતે ટ્રુ કેર ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ કેન્દ્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આગામી 14મી સપ્ટેમ્બરથી ડુમસ સુલ્તાનાબાદ બાપુજીની વાડી પાસે વ્યસન મુક્તી કેન્દ્રનો પ્રાંરંભ થવા જઈ રહ્યો છે. અા વ્યસન મુક્તી કેન્દ્રમાં નશાના આદી થયેલા લોકોને શારીરીક, માનસીક અને આધ્યાત્મીક રીતે નશાની ગુલામી માંથી મુક્ત કરવામાં આવશે.

DGVCLનો લોકદરબાર

સુરત|લોકદરબાર કાર્યક્રમ આજરોજ સવારે 10 કલાકે રાજપીપળા ખાતે આવેલા સરદાર ટાઉન હોલમાં રાખવામાં આવેલો હતો. લોકદરબારમાં ભરુચ વર્તુળ કચેરી હેઠળની રાજપીપળા 1, રાજપીપળા 2, કેવડીયા અને તિલકવાડા પેટા વિભાગીય કચેરીઓનો સમાવેશ કરાયો હતો. કાર્યક્રમમાં કુલ 46 પ્રશ્નોમાંથી 24 પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરાયું હતુ.

ગભેણીમાં ડ્રેનેજલાઈન નંખાશે

સુરત|નવાસમાવિષ્ટ વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની સુવિધાઓ આપવામાં હવે સિચન પાસેના ગભેણીનો વારો આવ્યો છે. પાલિકાએ માટે ગભેણીમાં સુએઝ પંપિગ સ્ટેશન બનાવવા માટેનું કામ તો શરૂ કરાવ્યું છે, હવે ત્યાંથી વિસ્તારમાં ડી.આઈ(ડક્ટ આયર્ન) પાઈપ નાંખવા મોટનું કામ સોંપ્યું છે. માટે રૂ. 73.87 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે, તેવું પાલિકાના ડ્રેનેજ વિભાગનું કહેવું છે.

ભાડુઆતની પોલીસને જાણ કરો

વાપી|વાપીમાં ખાસ કરીને ગુનાખોરીમાં અન્ય શહેર કે અન્ય રાજ્યોના લોકોનો મોટો હાથ રહેતો હોય છે. આવા લોકો ગોડાઉન, ફેક્ટરી કે ઘર ભાડે લઇ ગુનાખોરી આચરતા હોવાનું અનેક કિસ્સાઓમાં પોલીસને જાણવા મળ્યું છે, પરંતુ પોતાનું ગોડાઉન કે ઘર ભાડે આપ્યું હોવાની માહિ‌તી મકાન કે ગોડાઉન માલિકે પોલીસને આપી હતી.

P•05

સુરત સિટી

ફિલ્મી હસ્તીઓને જોવામાં ધક્કામુક્કી, ચાહકો ઘવાયા

P•09

સુરત સિટી

હરિપુરા કોઝવે 5 દિવસથી પાણીમાં ગરક

ન્યૂઝ ઇન બોક્સ

રાહુલરાજ મોલમાં દેખાવ

પીપલોદ વિસ્તારમાંઆવેલી રાહુલરાજ મોલના મેનેજમેન્ટ દ્રારા વીજ બીલના નામે વધુ રુપીયા પડાવવા ઉપરાંત વિવિધ ફરિયાદોને લઇ શોપ હોલ્ડરોએ મોલના ડાયરેકટર રાજભાઇ શાહને આવેદન પત્ર આપી અંગે રજૂઆત કરી હતી.આવેદનપત્ર આપી રજુઆત કરતા જણાવ્યું હતુ કે મોલના મેન્જમેન્ટ દ્રારા મોલના મેનેજમેન્ટ દ્રારા પ્રતિ ચોરસ ફુટ રુપિયા 15 તથા સર્વિસ ટેકસના લેખે ઉઘરાણું કરવામાં આવે છે.