• Gujarati News
  • રાંદેરખાતે રહેતી મહિલાને કૌટુંબિક વિવાદમાં બનેવી દ્વારા બીભત્સ મેસેજ

રાંદેરખાતે રહેતી મહિલાને કૌટુંબિક વિવાદમાં બનેવી દ્વારા બીભત્સ મેસેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાંદેરખાતે રહેતી મહિલાને કૌટુંબિક વિવાદમાં બનેવી દ્વારા બીભત્સ મેસેજ મોકલી ધમકી અપાતાં મહિલાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાંદેર ગ્રીન એન્ક્લેવ એપાર્ટમેન્ટ ખાતે રહેતા યોગેશભાઈ ઠક્કર વકીલાતનો વ્યવસાય કરે છે. તેમના પત્ની દીપ્તીબેનના બનેવી ભરતભાઈ કરશનદાસ ઠક્કરે દીપ્તીબેનને તેમજ તેમના પતિને ધમકી આપી હતી. આખરે દીપ્તીબેને બનેવી ભરતભાઈ વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાંદેરમાં સાળીને બનેવીએ ધમકી આપતા ફરિયાદ