• Gujarati News
  • સોનીપત સમાજ પ્રિ. લીગનો પ્રારંભ

સોનીપત સમાજ પ્રિ. લીગનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનીપત સમાજ પ્રિ. લીગનો પ્રારંભ

સુરત |સોનીપત સમાજ સેવા સમિતિ દ્વારા ડોમેસ્ટીક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે. ટુર્નામેન્ટ આજથી લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડીયમ ખાતે રમાવાનું શરૂ થશે જેમા કુલ 16 ટીમો વચ્ચે ખરાખરીનો ખેલ જામશે. સોનીપત સમાજ સેવા સમિતિ દ્વારા શહેરનાં ક્રિકેટ રસીયાઓ માટે આજથી ઘર આંગણ હાઇપ્રોફાઇલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાઇ રહ્યું છે.ગત વર્ષે ડોમેસ્ટીક લેવલે સફળ આયોજન કરાયા બાદ વર્ષે પણ સોનીપત સમાજ પ્રીમીયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ 16 ટીમો વચ્ચે ટાઇટલ માટે ખરીખરીનો ખેલ થશે લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે રવિવારે સવારે 9 કલાકે ભ‌વ્ય ટુર્નામેન્ટનો આરંભ થશે 12-12 ઓવરની મેચમાં પ્લેયર રનના ઢગલા કરીને ભરપુર એન્ટરટેઇનમેન્ટ પુરૂ પાડશે.