• Gujarati News
  • પોલીસની વર્તણૂક અંગે અલગથી બેઠક થશે

પોલીસની વર્તણૂક અંગે અલગથી બેઠક થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસની વર્તણૂક અંગે અલગથી બેઠક થશે

ડીસીપીએ કહ્યું ફરિયાદીનું રેકોડિંગ કરજો

સંકલનની બેઠકમાં ડીસીપી અને ધારાસભ્ય વચ્ચે તડાફડી



જિલ્લાસંકલનની બેઠકમાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલને પોલીસ અધિકારીએ ‘હવે તમારી ફરિયાદ હોય તો વિડીયો રેકોર્ડિંગ કરીને આપજો...’ એવો જવાબ આપતાં શાબ્દિક તડાફડી મચી હતી. ઉગ્ર ચર્ચામાં અગાઉ પણ ધારાસભ્ય કુમાર કાનાણીને પોલીસ અધિકારી દ્વારા ‘ધારાસભ્યને જવાબ આપવા બંધાયેલા નથી....’ એવા ઉડાઉ જવાબ આપ્યાં હોવાનો મુદ્દો ફરી ઉઠ્યો હતો. છેવટે, કલેક્ટર ડો. રાજેન્દરકુમારે દરેક અધિકારી, કર્મચારીએ નાગરિકોને જવાબ આપવાની નૈતિક ફરજ છે. ફક્ત, કાયદાકીય પ્રક્રિયામાં તેમની દખલગીરી નહીં ચાલી શકે. પોલીસતંત્રની આવી વર્તણૂંક અંગે અલગથી બેઠક બોલાવાશે, તેવો પ્રતિભાવ આપીને મામલો થાળે પાડ્યો હતો.

શનિવારે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. તેમાં લિંબાયત બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય સંગીતા પાટીલે લિંબાયત વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમતા હોવાની ફરિયાદ કરી હતી. તેની સામે પોલીસતંત્ર વતી હાજર ડીસીપી શોભા ભૂતડાએ છેલ્લાં મહિનામાં લિંબાયત, ડિંડોલી પોલીસ મથકની હદમાં દારૂ જુગારના સંદર્ભમાં કરાયેલા કેસ અને કાર્યવાહીના આંકડાઓ રજૂ કર્યાં હતાં. એટલે, ધારાસભ્ય સંગીતા પાટીલે હજુ આવા અડ્ડાઓ ધમધમી રહ્યાં છે, એવું કહ્યું હતું. આનેલીધે ડીસીપીએ હવે તમારી ફરિયાદ હોય તો તેનું વિડીયો રેકોર્ડિંગ કરી લેજો, તેવું જણાવ્યું હતું. આનેલીધે ધારાસભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.