• Gujarati News
  • દર્દીને કણસતો મુકી નર્સ મોબાઇલ ગેમ રમતી હતી

દર્દીને કણસતો મુકી નર્સ મોબાઇલ ગેમ રમતી હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દર્દીને કણસતો મુકી નર્સ મોબાઇલ ગેમ રમતી હતી



મોબાઇલનોકામના સમયે ઉપયોગ દર્દીના જીવ સામે ઘણીવાર જોખમ ઉભું કરી દેતો હોય છે. તેમ છતા સ્મીમેર હોસ્પિટલમાં દર્દીને કણસતો મુકીને નર્સ મોબાઇલ પર ગેમ રમતા ઝડપાતા ડીને તેનો ઉધડો લીધો હતો. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે મેડિકલ કોલેજના ડીમ કલ્પનાબેન દેસાઈ સરપ્રાઇઝ વિઝિટ પર નીકળ્યા હતા ત્યારે સ્ટ્રેચર પર એક દર્દી કણસી રહ્યો હતો અને દર્દીની પાસે ઉભેલી નર્સ મોબાઇલ ગેમ કે ચેટિંગ કરવામાં વ્યસ્ત હતી. જોતા ડીન કલ્પનાબેને તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી અને ફરજમાં બેદરકારી દાખવનાર નર્સ સહિત તમામ સ્ટાફને ઠપકો આપ્યો હતો. નર્સોએ જોકે મામલે પોતાના કામમાં ગંભીર હોવાનો બચાવ કર્યો હતો.