તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જૈનાચાર્ચ યશોવર્મસૂરી દ્વારા પાર્શ્વનાથ પ્રભુનો નગર પ્રવેશ

જૈનાચાર્ચ યશોવર્મસૂરી દ્વારા પાર્શ્વનાથ પ્રભુનો નગર પ્રવેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીખાતે તાજેતરમાં જેમના ભવ્ય સંયમસુવર્ણ વર્ષની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી તેવા આચાર્ય ભગવંત યશોવર્મ સૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણાનો સુરતમાં ભવ્ય પ્રવેશ થયો હતો અને તેમનું સામૈયુ નીકળ્યું હતું. શહેરમાં તેઓ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રવચન સહિતનાં કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ઐતિહાસિક પ્રસંગની પૂર્ણાહુતિ બાદ તેઓ વિહાર માટે નીકળ્યા છે.

રવિવારે સવારે તેઓ સુરતના વેસુ સ્થિત એન્જોય બિલ્ડિંગમાં બની રહેલા શિખરબંધી જિનાલયમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો નગરમાં પ્રવેશ કરાવ્યો હતો. આચાર્ય ભગવંતની સાથે તપસ્વી આચાર્ય પદ્મયશસૂરીજી, વિદ્ધાન આચાર્ય વીરયશસૂરીજી,વિદ્ધાન આચાર્ય અજિતસૂરીજી આદિઠાણા આચાર્ય સહિત સાધુ-સાધ્વીઓ જોડાયાં હતાં.ત્યારબાદ સોમવારે આચાર્ય ભગવંત અઠવાલાઇન્સ સંઘ, મંગળવારે ગોપીપુરા ઓમકારસૂરી આરાધના ભવન ખાતે વિહાર કરશે. ઉપરાંત 23-24 તારીખે પાલ વેસ્ટર્ન શંત્રુજય, 25 તારીખે નાનપુરા-અઠવાગેટ ખાતે રોકાશે અને 26 તારીખે વિહાર કરીને કડોદરા વેડછાગામ ખાતે બની રહેલા શ્રી નવકારલબ્ધિ મુનિસુવ્રતધામમાં શ્રીમુનીસુવ્રત દાદાની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે પહોંચશે. ત્રીજી ફેબ્રુઆરીના રોજ મંગળ પ્રતિષ્ઠા થશે. વર્ષે ગુરૂભગંવત ચોમાસુ પાલિતાણા તીર્થે કરશે.

આધ્યાત્મિક નગરી સુરત ખાતે અેક પછી એક ધાર્મિક કાર્યક્રમોની વણજાર ચાલી રહી છે. તેમાંય જૈન ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે વિવિધ ખ્યાતનામ સાધુ ભગવંત શહેરના આંગણે પધારી રહ્યા છે જે શહેરી જનો માટે આનંદ અને ગોરવની વાત છે. છેલ્લા એક માસ દરમ્યાન અનેક જૈન સંતોએ શહેરમાં પધારી ભક્તોને પ્રવચનનો લાભ આપ્યો છે.