P•05

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
P•05
સુરત સિટી
અશ્વનિકુમારના પાંચપાંડવ ઓવારામાં પાણી ઘૂસ્યાં
અંદરના પાને
છેલ્લા બે દિવસથી તાપીમાં પાણીનો આવરો વધી જતા પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે તંત્રએ અઠવાલાઇન્સથી પાલ વચ્ચે બની રહેલા કેબલ સ્ટેઇડ બ્રિજનું કામ બંધ રાખવાની ફરજ પડી છે.
પરીક્ષાના માળખાને લઇ મિટિંગ
સુરત|નવા શૈક્ષણિક સત્રને ઘણા મહીનાઓ વીતી ગયા બાદ હવે પરીક્ષાની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે પરીક્ષાઓના માળખાને લઇ આજે ૧૧ કલાકે પ્રેસીડન્સી સ્કુલ, તાડવાડી ખાતે એક સંકલન મીટીંગનું આયોજન જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શાળાનાં સંચાલકો અને આચાર્ય આવશે.
કતારગામમાં આકરણી વસુલાઇ
સુરત|મનપાનાં કતારગામ ઝોનમાં બુધવારે ઝોન આખામાં આકરણી વિભાગ દ્વારા આકરણી વસુલાત ઝુંબેશ ચલાવી હતી જેમાં કુલ રૂ.26.96 લાખની વસુલાત કરી હતી. બુધવારે વ્યવસાય વેરા વિભાગે પણ પંડોળ, વેડરોડ અને કતારગામ સહિતનાં વિવિધ વિસ્તારો ખાતે વસૂલાત ઝુંબેશ ચલાવી હતી જેમાં વસૂલાત કરાઈ હતી.
વેટ વિભાગમાં મિટિંગ મળી
સુરત|વેટ વિભાગમાં આજે અધિકારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટની મિટિંગ મળી હતી. જેમાં અનેક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને અપીલના પ્રશ્નો, રીફંડ, ડીમાન્ડ અને એસેસમેન્ટનો સમાવેશ થાય છે. જોઇન્ટ કમિશનર કે.ડી.દેસાઈ અને કે.એમ.દેસાઈ દ્વારા તમામ પ્રશ્નોનો તાકિદે નિકાલ કરવા માટે જરૂરી એવા તમામ પગલાં લેવાની ખાતરી આપી હતી.
કેબલ બ્રિજનું કામ અટક્યંુ
ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન
સુરત|4-10થી 22-11 સુધી યોજાનારા ખેલ મહાકુંભ યોજાશે. તા.4-10થી 15-10 દરમ્યાન ઝોન કક્ષાએ અને શહેર કક્ષાએ રમતો રમાનાર છે. મહાકુંભમાં ભાગ લેવા માટે રમતવીરોએ તા.21-9 સુધીમાં ડબલ્યુડબલ્યુડબલ્યુ.ખેલમહાકુંભ.ઓરજી પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. સાથે સાથે સુરત મહાનગરપાલિકના તમામ કેન્દ્ર પર પણ તેના ફોર્મ મળી રહેશે.
તાલુકા કક્ષાનો લોકદરબાર
સુરત|લોકોના પ્રશ્રોનુ ઝડપથી નિરાકરણ થાય તેને ધ્યાને રાખીને તાલુકાકક્ષાએ લોકદરબાર યોજાશે. 26 સપ્ટેમ્બરે પલસાણા ખાતે બપોરે 3 કલાકે સુરત જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષ સ્થાને લોકદરબાર યોજાશે. જે માટેની અરજ આગામી તા.19-9 સુધીમાં પલસાણા મામલતદાર કચેરી ખાતે મોકલી આપવાની રહેશે.
Ph.D.ની એન્ટ્રેન્સ યોજાશે
સુરત|અંગ્રેજીવિષયની પીએચડી પ્રોગ્રામની એન્ટ્રેન્સ પરીક્ષા આગામી ૨૦ સપ્ટેમ્બ