• Gujarati News
  • ઉકાઇનાઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પાણીની આવકમાં પણ સતત ઘટાડો

ઉકાઇનાઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પાણીની આવકમાં પણ સતત ઘટાડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાઇનાઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પાણીની આવકમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો હોવાને ધ્યાને રાખીને ઉકાઇમાંથી 38 કલાક બાદ પાણી છોડવામાં આવતાં 2.50 લાખ ક્યુસેક પાણીની માત્રામાં ઘટાડો કરી હવેથી બે લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાયો છે. જોકે હાલમાં ઉકાઇની સપાટી રૂલ લેવલની આસપાસ પહોંચી હોવા છતાં ઉકાઇમાં પાણીની આવક 1.80 લાખ ક્યુસેક ચાલુ રહેવાને કારણે હાલમાં બે લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
શહેરમાંવરસાદનો વિરામ : શહેરમાંસતત બે દિવસથી પડી રહેલા વરસાદે આજે બુધવારે વિરામ લીધો છે. જોકે સુરત જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ ચાલુ રહ્યો હતો. તેમાં પણ મહુવામાં આજે પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદ બંધ| તાપીમાંછોડાતા પાણીમાં ઘટાડો
ઉકાઈમાંથી હવે બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ