ચેતન શેઠ . સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેતન શેઠ . સુરત
ડેંગ્યુનેઅટકાવવા ઘરે ઘરે મચ્છરના ઉત્પત્તિ સ્થાન શોધવા ડોર ટુ ડોર સરવેની કામગીરી સ્થળ ઉપર ઓછી અને કાગળ ઉપર વધારે લાગી રહી છે. આવું ભોપાળું આરોગ્ય વિભાગની સત્તાવાર જાહેરાતમાં ઉઘાડું પડ્યું છે. આરોગ્ય વિભાગે છેલ્લા એક મહિ‌નામાં શહેરના ૧૬,૬૪,૨૯૦ ઘર ચેક કર્યા હોવાનું જાહેર કર્યું હતું. જોકે, વાસ્તવિકતા છે કે શહેરમાં માત્ર ઘર નહીં, ઝૂંપડાં, ઓફિસ, દુકાન, કારખાનાં સહિ‌તની તમામ મિલકતોનો આંકડો ગણીએ તો તે ફક્ત 15.08 લાખ છે. તો આરોગ્ય વિભાગ બાકીના દોઢ લાખ ઘર કયાંથી લાવ્યુંω એક પ્રશ્ન છે. પાલિકાના ફાયલેરિયા (હવે વીબીડીસી-વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ) વિભાગે મચ્છરોના બ્રીડિંગ શોધવા માટે ઇન્ટ્રડોમેસ્ટિક સર્વેલન્સની કામગીરી કરાવે છે. તેના ગત ઓગસ્ટ મહિ‌ના દરમિયાન કરેલી કામગીરીના આંકડા શુક્રવારે બહાર પાડ્યા છે, જે ખૂદ વાસ્તવિક્તાથી ભિન્ન લાગે છે. પાલિકાની સત્તાવાર અખબારી યાદી નં-૪૨૬માં એવો દાવો કરાયો છે કે, આખા મહિ‌નામાં આરોગ્ય ખાતાના સર્વેલન્સના ૪૮૮ કર્મચારીઓના સ્ટાફે ઘરોમાં સરવેની કામગીરી હતી, જેમાં ૧૬,૬૪,૨૯૦ ઘરની તપાસ કરી હતી.
શહેરમાં કુલ ઘરો 15 લાખ તો 16.64 લાખમાં સરવે થયો કેવી રીતે?
જાહેર કરાયેલા આંકડા મુજબ ૪૮૮ કર્મચારીઓના સ્ટાફે કુલ ૧૬,૬૪,૨૯૦ ઘરોમાં સરવે કામગીરી કરી હતી
ધુપ્પલ| મચ્છરનાઉત્પત્તિ સ્થાન શોધવા કરાયેલી સરવેની કામગીરીમાં પાલિકાના આરોગ્ય વિભાગની તિકડમબાજી