ભાસ્કર ન્યૂઝ . સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સુરત
પાલઅને ઉમરાને જોડતા તાપી બ્રિજ છેવટે ભાજપ શાસકોએ મૂળ લોકેશન ઉપર બનાવવા માટેનો નિર્ણય લીધો છે. બે વર્ષ પહેલાં નક્કી કરાયેલાં લોકેશનમાં ઉમરા ગામના પાંચેક મકાનોનો ભોગ લેવાય તેમ હતો. એટલે, તત્કાલીન મેયર રાજુ દેસાઈના આગ્રહથી બ્રિજના અંદાજને મંજૂર કરવા પર બ્રેક મરાઈ હતી. બે વર્ષ સુધી ફાઈલ અભરાઈ ઉપર ધૂળ ખાતી રહી હતી. જોકે, ત્યારબાદ બ્રિજ માટે નજીકમાં અન્ય લોકેશન પસંદ કરીને નવો વિકલ્પ તૈયાર પણ કરાયો હતો, પરંતુ તેમાં પાલિકાએ બમણાંથી પણ વધારે એટલે 88 કરોડનો બ્રિજ 206 કરોડમાં પડે તેવો અંદાજ બેઠો હતો. એટલે, છેવટે બુધવારે જાહેર બાંધકામ સમિતિએ મૂળ વિકલ્પને મંજૂર કરીને તેના માટે રૂ. 99 કરોડના અંદાજને મંજૂરી આપતો ઠરાવ કર્યો હતો. બે વર્ષ મોડો નિર્ણય લેવાતા હવે બ્રિજ પાછળ 10 કરોડ વધારે ખર્ચ કરવો પડશે. જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ વિનુ મોરડીયાએ જણાવ્યું હતું કે બંને વિકલ્પો ઉપર તમામ સભ્યોના મંતવ્યો બાદ મૂળ વિકલ્પ ઉપર સર્વસંમતિને અંતે મંજૂરી આપી છે’.
ગોવર્ધન હવેલી
પાલ RTO
વિવાદ શું હતોω | પાલઅને ઉમરાને જોડતો તાપી બ્રિજ BRTSના રૂટ ઉપર આવે છે. બે વર્ષ પહેલાં જૂન-2012માં બ્રિજના અંદાજ મંજૂર કરવા માટેની દરખાસ્ત રજૂ કરાઈ હતી. જોકે, તે સમયે ઉમરા તરફના એપ્રોચમાં ગામના પાંચેક મકાનોનો ભોગ લેવો પડે તેવું હતું. એટલે, બીજો વિકલ્પ ચકાસવા દરખાસ્ત મોકૂફ રખાઈ હતી. તત્કાલીન મેયર રાજુ દેસાઈએ સંકલનની બેઠકમાં વાંધો ઉઠાવીને કામ અટકાવ્યું હતું. અંગે રાજુ દેસાઈને પૂછતાં કહ્યું કે, કોઈના મકાનો તૂટતા અટકાવવા વિકલ્પો તો ચકાસવા પડેનેω એટલે મેં મારો મત વ્યક્ત કર્યો હતો.
નવા વિકલ્પમાં શું તકલીફ
}મૂળબ્રિજના બદલામાં જે નવો વિકલ્પ વહીવટી તંત્ર દ્વારા સૂચવાયો હતો. તેમાં મૂળ બ્રિજની 850 મીટરની લંબાઈની સરખામણીમાં બમણાંથી પણ વધારે 1890 મીટર લાંબો બ્રિજ બનાવવો પડે તેમ હતું.
}બમૂળલોકેશન પ્રમાણે ખર્ચ બે વર્ષ પહેલાંના અંદાજ પ્રમાણે 88 કરોડ થતો હતો. હાલના નવા અંદાજ પ્રમાણે 99 કરોડ ખર્ચ થાય તેમ હતો. તેની તુલનાએ નવા લોકેશન ઉપરનો બ્રિજ 206 કરોડમાં પડે તેમ હતો.
}નવાલોકેશન પ્રમાણે 206 કરોડનો ખર્ચ કરાય, બે કિમી લાંબો બ્રિજ બનાવાય, છતાં પણ તેનો ઉમરા તરફના એપ્રોચ રોડની પહોળાઈનો મોટો પ્રશ્ન ઊભો રહેતો હતો.
99 કરોડના અંદાજને બાંધકામ સમિતિની મંજૂરી
બીજો વકલ્પ
SVNIT સર્કલ
મુળ િડઝાઇન
ભારે વિવાદ