• Gujarati News
  • નારાયણપર રૂપિયા ૧૩ કરોડની લાંચ આપીને વિવિધ ડિપા‌ર્ટમેન્ટના ઉચ્ચ

નારાયણપર રૂપિયા ૧૩ કરોડની લાંચ આપીને વિવિધ ડિપા‌ર્ટમેન્ટના ઉચ્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારાયણપર રૂપિયા ૧૩ કરોડની લાંચ આપીને વિવિધ ડિપા‌ર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓને ફોડીને દુષ્કર્મના કેસમાં આબાદ છટકી જવાનું પ્લાનિંગ કર્યું હતું. કેસમાં પોલીસે રૂપિયા કબજે કર્યા હતા. હવે ઇડીએ રૂપિયા ૧૩ કરોડ ક્યાંથી આવ્યા બાબતે લાંચકેસના તમામ આરોપીઓના સ્ટેટમેન્ટ લેવા માટે કો‌ર્ટમાં અરજી કરી હતી. અરજી પર થયેલી સુનાવણીમાં ઇડીના વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે ડિપા‌ર્ટમેન્ટ જાણવા માંગે છે કે રૂપિયા કોના છે, નારાણયનું સ્ટેટમેન્ટ લેવું જરૂરી છે. હવે કેસમાં આગામી સુનાવણી તા. ૨૬મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
નારાયણ દ્વારા ન્યાયતંત્ર, પોલીસ અને સિવિલમાં રૂપિયા ખવડાવી સમગ્ર કેસને દબાવવા માટે રૂપિયા ૧૩ કરોડની લાંચનું સેટિંગ કર્યું હતું. તેમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ કુંભાણી પણ જોડાઈ ગયા હતા. જોકે, પોલીસના દાવા પ્રમાણે રીવ‌ર્સ ટ્રેપ કરીને સમગ્ર કૌભાંડ છતુ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧૩ પૈકી રૂપિયા આઠ કરોડ કબજે કરવામાં આવ્યા હતા. રૂપિયા કોના છે અને આવકનો સ્ત્રોત શું છે તે અને કેસમાં મની લોન્ડરિંગનો કેસ શક્ય છે કે કેમ જાણવા માટે ઇડી દ્વારા કો‌ર્ટમાં અરજી કરીને નારાયણ સહિ‌તના તમામ આરોપીઓના સ્ટેટમેન્ટ લેવા માટે અરજી કરી હતી, જે અરજી પર થયેલી સુનાવણીમાં ઇડીના વકીલ ભાગ્યોદય મિશ્રાએ દલીલ કરી હતી કે નારાયણ સહિ‌તના આરોપીઓએ રૂપિયા ૧૩ કરોડ કેવી રીતે મેનેજ કર્યા જાણવું જરૂરી છે. એટલે કો‌ર્ટમાં તેમના સ્ટેટમેન્ટ લેવા માટે મંજૂરી આપવામાં આવે.
આગામી સુનાવણી તા. ૨૬મી સપ્ટેમ્બરે હાથ ધરાશે
આરોપીના સ્ટેટમેન્ટ લેવા કો‌ર્ટમાં અરજી
નારાયણ લાંચના રૂપિયા ૧૩ કરોડનો હિ‌સાબ આપે: ઇડી