• Gujarati News
  • હીરાદલાલની હત્યામાં 3 ઝબ્બે!

હીરાદલાલની હત્યામાં 3 ઝબ્બે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હીરાદલાલની હત્યામાં 3 ઝબ્બે!
સુરત|વરાછામીનીબજાર રામેશ્વરી એપાર્ટમેન્માં રહેતા રણજીતસિંહ ગોહિલ ગણેશચતુર્થીના દિવસે બાલકૃષ્ણ પાનના ગલ્લા પર ગયા હતા ત્યારે બાઇક પર આવેલા બે યુવાનોએ તેમની બાઇકને ટકકર મારી હતી. જેથી રણજીતસિંહ સાથે જીભાજોડી થઇ હતી. ઉશ્કેરાયેલા બંને યુવાનોએ તેમના મિત્રોને બોલાવી રણજીતસિંહને ઢીકમુક્કીનો માર મારી માથાના ભાગે ફટકો મારી મોત નીપજાવી નાસી છૂટયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ કેસમાં પોલીસે ત્રણને ઝડપી પાડયા છે.
બાઇકની ટક્કરે બાળકીને ઈજા
સુરત|પુણાનીસમ્રાટ શાળામાં ભણતી ગીરીશભાઇ શુકલની 10 વર્ષિય બ્યુટી અને 12 વર્ષિય અવંતિકા 10મીએ બપોરે 12.15 વાગ્યે સ્કુલ ગેટ પાસે ઉભી હતી ત્યારે એક બાઇકચાલકે (નં.જીજે-05-કેએમ-3134) બંનેને ટક્કર મારતા બ્યુટીને માથાના ભાગે અને અવંતિકાને પગે ઇજા પહોંચી હતી. શાળાના આચાર્યએ બંનેને સ્મીમેર ખાતે ખસેડાતા ત્યાં બ્યુટી હાલમાં સારવાર હેઠળ છે.
દમણમાં સુરતના 4 જુગારી ઝબ્બે
દમણ|દમણ ક્રાઇમ બ્રાંચે ડાભેલના એક ગોડાઉનમાં છાપો મારતા જુગાર રમતા 5ની ધરપકડ કરી હતી. જેમાં સુરતના છે. પ્રવીણ પુરૂષોત્તમ ભદાણી (વરાછા), કમલ ભરત જોષી (કામાણી ચાર રસ્તા, સુરત), જીતેન્દ્ર નાગજી પટેલ (મોટા વરાછા) અને અલ્પેશ પ્રવીણ દવે (સીટીલાઇટ) પોલીસે રોકડા 5૦ હજાર, મોબાઇલ કબજે લીધા હતા.
છેલ્લા ત્રણ દિવસમાં ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં ભારે માત્રામાં પાણીનો પ્રવાહ આવતાં વૉક વે પર પાણી ફરી વળ્યાં હતાં. વિવેકાનંદ બ્રિજથી સરદાર બ્રિજ અને ત્યાંથી ગેટવે હોટલ સુધીનો વૉક વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ધસમસતા પ્રવાહમાં વૉક વે પાણીમાં ગરક થઈ ગયો
ન્યૂઝ ઇન બોક્સ