તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાણીની ગુણવત્તા ચકાસવા હવે મોબાઇલ વાન

પાણીની ગુણવત્તા ચકાસવા હવે મોબાઇલ વાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગંદા પાણીની ફરિયાદનું તાત્કાલિક નિવારણ થાય તે માટે મનપાએ મોબાઇલ વાન ખરીદીને સ્થળ પર ગંદા પાણીની સમસ્યા દુર થાય તેવું આયોજન કર્યુ છે. પ્રોજેક્ટથી ગંદું પાણી પીવાથી થતા પાણીજન્ય રોગમાં ઘટાડો થઇ શકે તેમ છે.

અત્યાર સુધી મનપાના કોઇ પણ વિસ્તારમાં ગંદા પાણીની ફરીયાદ મળે તો સ્થળ પર જઇને ગંદા પાણીનું સેમ્પલ લઇ ખટોદરા ખાતે લેબમાં ચકાસણી કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પહેલા પાણી પુરવઠો પુરો પાડી દેવામાં આવ્યો હોવાથી લોકો તેનો ઉપયોગ પાણી પીવામાં કરતા હોવાથી કમળો, ઝાડા અને ઉલટી જેવા પાણી જન્ય રોગ થવાની શકયતા રહેલી છે. સમસ્યાના નિરાકરણ માટે સ્થળ પર ગંદા પાણીની સમસ્યા દુર થાય તે માટે 10 લાખના ખર્ચે મોબાઇલ વાનની સુવિધા ઉભી કરવામાં આવશે. જે વિસ્તારમાં ગંદા પાણીની ફરીયાદ આવે અેટલે તરતજ તે સ્થળ પર જઇને પાણીના સેમ્પલ લઇને ગંદા પાણીની સપ્લાય અટકાવી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરાશે.

^ગંદા પાણીની સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકા ઉત્તરોત્તર પગલાં ભરી રહ્યું છે. તેના ભાગરૂપે સ્થળ પર ગંદા પાણીના સેમ્પલ લઇ શકાય તે માટે મોબાઇલ વાન ખરીદવાના છે. તેની સફળતા બાદ મોબાઇલ વાનની સંખ્યામાં વધારો કરાશે. > પરાગડી. મુનશી, હાઇડ્રોલિકઇજનેર, મહાનગરપાલિકા

ગંદા પાણીનીસમસ્યા દુર કરવા મોબાઇલ વાનની ખરીદનાર સુરત મહાનગરપાલિકા પ્રથમ બનશે. રાજ્યના અન્ય પાલિકાઓમાં સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવે છે.

ફરિયાદના નિકાલ માટે શંુ વ્યવસ્થા છે?

ગંદાપાણીનીફરિયાદ મળે એટલે તે વિસ્તારમાં પુરા પાડવામાં આવતા પાણીના પુરવઠાના સેમ્પલ મનપાના પાણી ખાતાના કર્મચારીઓ લઇને ખટોદરા ખાતે મોકલે છે.

♠♠મોબાઇલ વાનમાં શું સુવિધા હશે?

મોબાઇલવાનમાંપાણીની ગુણવત્તા ચકાસવાના સાધનો અને તેની ચકાસણી માટે લેબોરેટરીના નિષ્ણાત રાખવામાં આવશે. ઉપરાંત મનપાના પાણી વિભાગના કર્મચારી પણ રહેશે.

સુવિધા આપનાર રાજ્યમાં પ્રથમ પાલિકા

મોબાઇલ વાનની સંખ્યા ધીમે ધીમે વધારાશે