તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાઇક સ્લિપ થઈ જતા સીએના ડ્રાઇવરનું મોત

બાઇક સ્લિપ થઈ જતા સીએના ડ્રાઇવરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરપાટીયા ખાતે રહેતા હિરા છગનલાલ પટેલ (50) ઉત્તરાયણના દિવસે પોતાની બાઈક લઈને પાલનપુર પાટીયા કમલ બેકરી સામેથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે બાઇક સ્લિપ થઈ જતાં મોઢાના ભાગે ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે પુત્ર રાકેશ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવતા દાખલ કરાયા હતાં. તેનુ સારવાર દરમિયાન રવિવારે બપોરે મોત થયું હતું. હિરાભાઈ સીએ નિશીથભાઈ મહેતાના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોવાનુ તેમના સંબંધીઓએ જણાવ્યું હતું.