• Gujarati News
  • 26 ઝૂંપડાં મંદિર બચાવવા માટે રજૂઆત કરાઇ હતી

26 ઝૂંપડાં-મંદિર બચાવવા માટે રજૂઆત કરાઇ હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
26 ઝૂંપડાં-મંદિર બચાવવા માટે રજૂઆત કરાઇ હતી



ઉમરાપાલને જોડતા તાપી નદી પરના પુલની ડીઝાઇન અને તેના ખર્ચને જાહેર બાંધકામ સમિતિમાં મંજુરી આપી દીધા બાદ તેને બદલવા માટેનો નિર્ણય કરવા માટે આજે મળેલી સામાન્ય સભામાં દરખાસ્તને પરત જાહેર બાંધકામ સમિતિમાં મોકલી આપવામાં આવી છે.

બાંધકામ સમિતિએ ઉમરા પાલને જોડતા બ્રીજ બનાવવા માટે 99 કરોડના અંદાજો મંજુર કર્યા હતા. પરંતુ હાલની ડીઝાઇન પ્રમાણે બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવે તો 26 ઝુંપડા અને એક મંદિરને તોડવુ પડે તેવી સ્થિતી પેદા થાય તેમ હતી. તેને કારણે સ્થાનિક કોર્પોરેટરે ધારાસભ્ય હર્ષ સંધવી અને સાસંદ સી. આર. પાટીલને મુદે રજુઆત કરી હતી. જેથી હાલની ડીઝાઇનમાં થોડાક અંશે ફેરફાર કરવામાં આવે તો 26 ઝુંપડા અને એક મંદિર બચી શકે તેમ હોવાના કારણે ભાજપની સંકલનમાં મુદે રજુઆત કરાઇ હતી. તેમાં બ્રીજને 300 મીટર વધુ દુર લઇ જવામાં આવે તો 13થી 14 કરોડનો ખર્ચ વધી જાય પરંતુ તેની સામે લોકોના વિરોધને પણ ઓછો કરી શકાય તેમ હોવાના કારણે આજે મળેલી સામાન્ય સભામાં જ્યારે દરખાસ્ત રજુ કરવામાં આવી ત્યારે કોર્પોરેટર પ્રવિણ પટેલે સુધારો મુકીને દરખાસ્તને રીફર બેક કરવા જણાવ્યુ હતુ.

ઉમરા-પાલને જોડતા પુલની ડિઝાઇન બદલવા માટેની દરખાસ્ત રીફર બેક