• Gujarati News
  • હિલ્સનર્સરીના સંચાલકોની ભૂલકા સાથે અમાનવીય વ્યવહારના પ્રકરણમાં શિક્ષણાધિકારી શાસનાધિકારીના

હિલ્સનર્સરીના સંચાલકોની ભૂલકા સાથે અમાનવીય વ્યવહારના પ્રકરણમાં શિક્ષણાધિકારી- શાસનાધિકારીના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિલ્સનર્સરીના સંચાલકોની ભૂલકા સાથે અમાનવીય વ્યવહારના પ્રકરણમાં શિક્ષણાધિકારી- શાસનાધિકારીના ગોળગોળ રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટરે રાજ્ય સરકાર ઉપર ખો આપી દીધો છે. નર્સરી સંચાલકોને અંકુશમાં લેવા જરૂરી છે. જોકે, તેમની સામે પગલાં લેવા માટે રાજ્ય સરકાર પાસે ખાસ પરિપત્ર તૈયાર કરાવવો પડશે. તે માટે તમામ ધારાસભ્યોને સરકારમાં રજૂઆત કરવા માટે અનુરોધ કર્યો હતો.

બે દિવસ પહેલાં હિલ્સ નર્સરીના પ્રકરણમાં વાલીઓએ ધારાસભ્ય હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. એટલે તેમણે કલેક્ટરને એક પત્ર મોકલ્યો હતો. તેમાં તેમણે વાલીઓની લાગણી અને તેમને થયેલાં અનુભવો અંગે કલેક્ટરનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગત 6 ઓક્ટોબરના રોજ હિલ્સ નર્સરીમાં એન્યુઅલ કલ્ચરલ પ્રોગ્રામની તૈયારી માટે પ્રેક્ટિસ દરમિયાન નાની વિદ્યાર્થીનીઓના વાળ ખેંચીને સાઈડમાં મૂકી દેવાની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિડિયો સોશ્યલ મિડીયા ઉપર વહેતો થઈ જતાં શહેરમાં હોબાળો મચ્યો હતો.

પ્રકરણમાં વાલીઓએ પોલીસ કમિશનર, ડી.સી.પી, જિલ્લા શિક્ષણાધિકારીને મળ્યાં છતાં તેમને ન્યાય મળ્યો નથી. વાલીઓના કહેવા પ્રમાણે સીસી ટીવીના ફૂટેજ સાથે ચેડાં કરાયા છે. ફૂટેજના રેકર્ડ માટે રખાયેલી હાર્ડડિસ્ક પણ ગત 6 ઠ્ઠી તારીખે બદલી નાંખવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી યુ.બી. વસાવા અને શિક્ષણ સમિતિના શાસનાધિકારી હિતેશ માખેચાએ જે તપાસનો પ્રાથમિક અહેવાલ આપ્યો છે. તે બિલકુલ સંતોષકારક નથી. નર્સરીના સંચાલક જ્યારે જાહેરમાં ગુનો કબૂલે છે ત્યારે શિક્ષણાધિકારી અને શાસનાધિકારી, પોલીસ તંત્ર સહિત સરકારી અધિકારીઓ તેમનો બચાવ કેમ કરી રહ્યાં છેω તે આશ્ચર્ય સર્જે છે.

‘મુખ્યમંત્રીને મળી પરિપત્ર તૈયાર કરાવીશું જ’

નર્સરીનાસંચાલકો એકતરફ પોતાનો ગુનો કબૂલે છે. એકવાર માની લઈએ કે ઘટના અાકસ્મિક આવેશમાં બની હોય શકે. ત્યારપછી પણ સંચાલકો વાલીઓને ધમકી આપતાં હોય તો તે તેમની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. આવા સંચાલકો ઉપર લગામ કસે તે માટે જો ખાસ પરિપત્ર તૈયાર કરાવવો પડશે તો શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને મળીને તૈયાર કરાવીશું જ. > હર્ષસંઘવી, ધારાસભ્ય,મજૂરા

‘ગુનાહિત માનસિકતા છતી કરી’

શનિવારે કલેક્ટરસમક્ષ મુદ્દો ફરી ઉઠાવતાં ધારાસભ્ય સંઘવીએ કેસમાં પગલાં ભરવાની માગ કરી હતી, તેમણે ઉમેર્યું કે, વાલીઓને ન્યાય અપાવવાને બદલે શાળાના સંચાલકોએ ફી પાછી આપીને રિક્ષા બંધ કરાવી દેવાની ધમકી આપી છે. વર્તન તેમની