• Gujarati News
  • ટોપટેન સિલેક્ટેડ નંબરો

ટોપટેન સિલેક્ટેડ નંબરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોપટેન સિલેક્ટેડ નંબરો

નં. નામ રજી.નં. રકમ

1. પૂર્વીસોજીત્રા 4444 201000

2.વિજય લાલુ 7777 171000

3. નરેન્દ્રપટેલ 555 159678

4.ભરત પટેલ 1111 151112

5. અતિન્દરસીહવસી 1112 10111

6.હસમુખ આહીર 2799 54999

7. રમેશલખાણી 9 54009

8.સાગર ડંડવાતે 900 45555

9. ભરતપટેલ 8888 44444

10.જયકુમાર જોષી 786 41111

કારના 4444 નંબર માટે RTOમાં 2 લાખની બોલી



આરટીઓમાંશનિવારે ફોર વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી કરાઈ હતી. જેમા 10 અરજદારોએ પોતાના પંસદગીના નંબર માટે રૂ 10,24,019 ચુકવ્યા હતા. જયારે સીગલ નંબર માટે 600 અરજદારોએ રૂ 42,20,960 અને હરાજી માટે 83 અરજદારોએ રૂ 15,15,324 ચૂકવતા સરકારી તિજોરી છલોછલ થઇ ગઇ હતી. એક દિવસમાં આરટીઓને 57 લાખથી વધુની આવક થઇ હતી.

આરટીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ફોર વ્હીલરની નવી સીરીઝ જીજે-05-જેકે માટે નંબરોની હરાજીમાં ભાગ લેવા માટે વાહન માલિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.આરટીઓને પંસદગીના નંબરો માટે 700થી વધુ અરજીઓ આવી હતી.શનિવારના રોજ હરાજી માટેની અરજીઓ ખોલવામાં આવી હતી. જે અરજીઓ માટે વાહન માલિક પાછળથી કોઇ વાંધો ઉઠાવે તે માટે વીડીયો શૂંટીગ કરી ખોલવામાં આવી હતી.જેમા જીજે-05-જે.કે-4444 નંબર માટે વેપારીએ 2,01000 ખર્ચી નંબર ખરીદી લીધો હતો. તો સીંગલ નંબર માટે 600 અરજદારોએ રૂ 42,20,960 અને સીલેકટેડ નંબરની હરાજી માટે 83 અરજદારોએ રૂ 15,15,324 ચુકવ્યા હતા.આમ આરટીઓને સામી દિવાળીએ એક દિવસે રૂ 57,36,284 ની આવક થઇ જતાં સરકારી તિજોરી છલોછલ થઇ ગઇ હતી.

નંબરોની હરાજી કરી 57 લાખની કમાણી થઈ