• Gujarati News
  • નવસારી સચિન વચ્ચે બે જુદા જુદા અકસ્માતમાં બેનાં મોત

નવસારી-સચિન વચ્ચે બે જુદા જુદા અકસ્માતમાં બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી-સચિન વચ્ચે બે જુદા જુદા અકસ્માતમાં બેનાં મોત

નવસારી : નવસારી અને સચીન રેલવે સ્ટેશન વચ્ચે બે જુદા જુદા બનાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. સુરત અમરોલીના પાંડેસરા હાઉસિંગ બોર્ડ રવિનગરમાં રહેતા અમલેશ બાબુલાલ યાદવ (ઉ.વ.22) અસ્થિર મગજની બિમારીથી પીડાતો હતો. તે ચાલુ ટ્રેનમાંથી તવડી નજીક પૂર્ણા નદીના પુલ પાસે અચાનક પડી ગયો હતો. જેના પગલે તેને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં સચીન રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં.2 ઉપર સવારે 6.40 કલાકની આસપાસ અજાણ્યો વૃદ્ધ રેલવે લાઈન ક્રોસ કરવા જતાં ભાવનગર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું મોત નીપજ્યું હતું.