• Gujarati News
  • વાંસદાતાલુકાના કંડોલપાડાથી અનાવલ જવાના માર્ગ પરથી એક ઈંગ્લીશ દારૂ

વાંસદાતાલુકાના કંડોલપાડાથી અનાવલ જવાના માર્ગ પરથી એક ઈંગ્લીશ દારૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદાતાલુકાના કંડોલપાડાથી અનાવલ જવાના માર્ગ પરથી એક ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઈ હતી. સુરત રેંજના આઈ.જી. હસમુખ પટેલની સૂચના મુજબ આર.આર.સેલના વાંસદા એલ.એસ.ચંદાણી તથા પો.કો. બાબુભાઈ શીવાભાઈ, પ્રકાશભાઈએ સ્ટાફ સાથે વાંસદા હનુમાનબારી સર્કલ પાસે વોચ રાખી ઉભા હત્યા ત્યારે એક વ્હાઈટ કલરની રીટ્ઝ કાર નં.જીજે-15-સીબી-6267ને ઉભી રાખવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ઉભી રાખતા કારનો પીછો કરતા કાર ચાલકે કારને ખડકાળા સર્કલથી કંડોલપાડા-અનાવલ જવાના માર્ગે હંકારી મૂકી હતી. પોલીસે પીછો કરતા કંડોલપાડાના ભક્તિ ફળિયા પાસે કાર ચાલક તેના સાથીદાર સાથે કાર મૂકી નાસી ગયો હતો. કારમાં 2542 નંગ દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂ.1,64,300 અને કારની કિંમત 4 લાખ રૂપીયા મળી કુલ રૂ.5,64,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. અંગેની પો.કો. પ્રકાશભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

વાંસદાના કંડોલપાડાથી 1.65 લાખનો દારૂ પકડાયો