• Gujarati News
  • મિત્રનેઆપેલા ઉછીના રૂપિયા પરત માંગવા જતાં યુવાનને તમાચો મારી

મિત્રનેઆપેલા ઉછીના રૂપિયા પરત માંગવા જતાં યુવાનને તમાચો મારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મિત્રનેઆપેલા ઉછીના રૂપિયા પરત માંગવા જતાં યુવાનને તમાચો મારી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી. બનાવ અંગે યુવાને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર પીપલોદ વિસ્તારમાં આવેલા રત્નવિનય એપાર્ટમેન્ટના ફલેટ નં ડી-4મા રહેતા સુશીલભાઇ લક્ષ્મણભાઇ ટહેલરામાણી કાચનાં વ્યવસાય સાથે સંકળાયેલ છે.તેમને આઠેક મહિના અગાઉ પોતાના મિત્ર રાહુલ રામકુમાર શર્મા (રહે. મિલેનીયમ પાર્ક રો હાઉસ ડિંડોલી)નાઓને ચેક ધ્વારા ઉછીના રૂ 2 લાખ આપ્યા હતા.જે પેટે શરૂઆતમાં રાહુલે 37 હજારની રકમ સુશીલને આપી હતી. જો કે બાકીની રકમ ચુકવવા અંગે રાહુલ આનાકાની કરવા લાગ્યો હતો. 9 ઓકટોબરના રોજ સુશીલભાઇએ ફરી ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરતા રાહુલે ઉશ્કેરાઇ મિત્ર સુશીલને ઉપરાછાપરી ચાર-પાંચ તમાચા મારી હવે પછી પૈસાની માંગણી કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી. જે બનાવ અંગે સુશીલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉછીના આપેલા રૂપિયા માગવા જતા ધમકી