• Gujarati News
  • કારખાનેદારે લોન લઇ બેંક સાથે 54 લાખની છેતરપિંડી કરી

કારખાનેદારે લોન લઇ બેંક સાથે 54 લાખની છેતરપિંડી કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારખાનેદારે લોન લઇ બેંક સાથે 54 લાખની છેતરપિંડી કરી



મોટાવરાછાના એક લૂમ્સ કારખાનેદારે લૂમ્સ મશીનો ઉપર બેંક ઓફ ઇન્ડિયાની ક્લોક ટાવર શાખામાંથી 81 લાખની લોન લઇને રૂપિયા 54 લાખના હપ્તા ચુકવી મશીનો સગેવગે કરી બેંક સાથે ઠગાઇ આચરી છે. લજામણી ચોક પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના ઘોઘા તાલુકાના વતની લૂમ્સ કારખાનેદાર દક્ષેશ ગોરધનભાઇ સાવલિયા (ઉ.વ.35)એ બેંક ઓફ ઇન્ડિયાની કલોક ટાવર શાખામાંથી મશીનરી માટે 81.30 લાખની લોન લીધી હતી. બેંક લોન લઇ ઓટોમેટિક શટલ લૂમ્સના 24 શેડ અને 2 નંગ હાઇસ્પીડ વોર્પીંગ મશીન ખરીદ્યા હતા. થોડા સમય સુધી તેમણે બેંકમાં નિયમિત હપ્તા અને વ્યાજ પેટે 27,07,827 ભર્યા હતા. ત્યારબાદ હાથ ઉંચા કરી દીધા હતા. છેતરપિંડીની ફરિયાદ નાેંધાવાઇ હતી.