તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ડિંડોલીમાં મોડી રાત્રે શ્રમજીવી યુવાનની ચપ્પુનો ઘા ઝીંકી હત્યા

ડિંડોલીમાં મોડી રાત્રે શ્રમજીવી યુવાનની ચપ્પુનો ઘા ઝીંકી હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિંડોલીમાં મોડી રાત્રે શ્રમજીવી યુવાનની ચપ્પુનો ઘા ઝીંકી હત્યાડિંડોલીમાંપત્ની અને બાળકો સાથે પોતાના ઘરમાં સુતેલા શ્રમજીવી યુવાનને બે અજાણ્યાઓએ ઘરમાં ઘુસીને ચપ્પુનો ઘા ઝીંકીને નાસી છુટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા શ્રવજીવી યવાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા ત્યા ટુંકી સારવાર બાદ તેનુ મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે હત્યા પ્રકરણમાં તેની પત્ની પોલીસના શંકાના દાયરામાં હોવાનુ જાણવા મળ્યંુ છે.

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર નવાગામ ડિંડોલી શાકમાર્કેટ પાસે કેળાની વખાર સામે રહેતા રામજનક રામઆશીષ પંડિત શાકમાર્કેટમાં માટલા વેચી ત્રણ બાળકો સહીતના પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. શુક્રવારે મોડી રાત્રે બે અજાણ્યાઓ તેમના ખુલ્લા ઝુપડામાં ઘુસી ગયા હતા અને પત્ની પવનદેવી અને ત્રણ બાળકો સાથે મીઠી નિંદર માણી રહેલા રામજનકને પેટમાં ચપ્પુનો ઘા ઝીંકી નાસી છુટ્યા હતા. જેથી ગંભીર રીતે ઘવાયેલા રામજનક ને તેમની પત્ની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યા ટુંકી સારવાર બાદ મળસ્કે તેમનુ મોત નિપજ્યુ હતુ. બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અન તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે હત્યા પ્રકરણમાં રામજનકની જે રીતે હત્યા થઈ તે પોલીસને શંકાસ્પદ લાગી રહી હોય પોલીસે હાલ પત્ની પવનદેવીને શંકાના દાયરામાં લઈ ઉલટ તપાસ હાથ ધરી છે.